દેશ વિદેશમાં કથા કરીને પોતાનું આગવું નામ બનાવનારા જીગ્નેશ દાદાના જીવન વિશેની આ વાતો તમે પણ નહીં જાણતા હોવ, જુઓ તેમના પરિવાર અને જીવન વિશે

કેવી રીતે બન્યા જીગ્નેશ ઠાકર જીગ્નેશ દાદા ? ક્યાં વીત્યું તેમનું બાળપણ અને કેવી રીતે લાગ્યો ભક્તિનો રંગ… જાણો તેમના જીવન વિશેની રોચક વાતો

ગુજરાતમાં ગાયકો ઉપરાંત કથાકારોનું પણ એક આગવું નામ છે. ઘણા બધા કથાકારો એવા છે જેમણે કથા દ્વારા દેશ વિદેશમાં એક આગવું નામ બનાવી લીધું છે. એવા જ એક કથાકાર છે જીગ્નેશ દાદા. જેમને આજે દેશ અને દુનિયામાં એક મોટી ખ્યાતિ છે અને તેમનું નામ પણ ખુબ જ માનભેર લેવામાં આવે છે.

જીગ્નેશ દાદાની કથામાં મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહેતા હોય છે અને તેમના શબ્દોમાં તલ્લીન પણ બની જતા હોય છે. જીગ્નેશ દાદા એક કથાકાર છે તે તો બધા જ જાણે છે પરંતુ તેમના જીવન વિશે ઘણા ઓછા લોકોને ખબર હશે. તો આજે અમે તમને જીગ્નેશ દાદાના જીવન અને તેમના પરિવાર વિશે જણાવીશું.

જીગ્નેશ દાદાનો જન્મ 25 માર્ચ 1987ના રોજ અમરેલીમાં આવેલા મૂળ કરિયાચાડ ગામમાં થયો હતો. જીગ્નેશ દાદાને આજે ભલે બધા આ નામથી ઓળખતા હોય પરંતુ તેમનું મૂળ નામ જીગ્નેશભાઈ ઠાકર હતું. તેમના પિતાનું નામ શંકરભાઇ અને માતાનું નામ જયાબેન છે. આ ઉપરાંત તેમને એક બહેન પણ છે.

જીગ્નેશ દાદા હાલ સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં સરથાણા જકાતનાકા પાસે રહે છે. જીગ્નેશ દાદાએ માત્ર 16 વર્ષની ઉંમરે જ પોતાના ગામ કરિયાચાડમાં પહેલી કથા કરી હતી. તેમને નાનપણથી જ ભજનો ગાવાનો અને કથા કહેવાનો શોખ હતો અને ગામમાં જ જયારે તેમને કથા કરવાની તક મળી ત્યારે તેમને આ તકને ઝડપી લીધી.

જીગ્નેશ દાદા ભણવામાં પણ ખુબ જ હોશિયાર. પરંતુ કથા દ્વારા તેમની કીર્તિ ઠેર ઠેર વધવા લાગી અને જીગ્નેશ ઠાકરમાંથી તેમણે જીગ્નેશ દાદા તરીકે નામના મેળવી અને પછી તેઓ જીગ્નેશ દાદા તરીકે જ ઓળખાવવા લાગ્યા. દાદા કહેવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણને દાદા કહેવામાં આવે છે, જેથી જીગ્નેશ દાદાને દાદા કહેવામાં આવતું.

જીગ્નેશ દાદાનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું. તેમના માતા પિતાની પરિસ્થિતિ એટલી સારી નહોતી. જેના કારણે તેમનું પોતાનું પ્રાથમિક શિક્ષણ જાફરાબાદમાં પૂર્ણ કર્યું. જેના બાદ જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા લાગ્યા, પરંતુ આ દરમિયાન જ તેમને ભણવાનું છોડી અને કથા કરવાનું શરૂ કર્યું.

એટલું જ નહિ જીગ્નેશ દાદા સંસ્કૃતમાં પણ પારંગત હતા. તેમને દ્વારિકામાં અભ્યાસ કરીને સંસ્કૃતમાં પણ ઉચ્ચ ડિગ્રી મેળવી અને અમરેલીની એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી શરૂ કરી હતી. પરંતુ આ દરમિયાન તેમને શ્રી કૃષ્ણ ભક્તિનું ઘેલું લાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા અને તેમના ભજનો ગાઈને જ પોતાનું જીવન વ્યથિત કરવાનું નક્કી કર્યું.

જીગ્નેશ દાદા હાલ પોતાના પરિવાર સાથે સુખદ જીવન વિતાવે છે. તે તેમની પત્ની અને દીકરા સાથે રહે છે. જીગ્નેશ દાદાને ભક્તો “રાધે રાધે” તરીકે પણ ઓળખે છે. તેમણે અત્યાર સુધી દેશ વિદેશમાં ઘણી બધી કથાઓ કરી છે. તેઓ જયારે પણ કથા કરવા જાય ત્યારે હાથમાં ઠાકોરજીની મૂર્તિ સાથે રાખીને જ જતા હોય છે.

Niraj Patel