જેસલમેરમાં કારોનો કાફલો જોઇ રહ્યો છે દુલ્હે રાજા સિદ્ધાર્થ મલ્હોત્રાની આતુરતાથી રાહ, વીડિયો આવ્યો સામે…

બિગ ફેટ પંજાબી વેડિંગ માટે તૈયાર થઇ જાવ કારણ કે સિદ્ધાર્થ મલ્હોત્રા તેના ઘરેથી પોતાની દુલ્હનિયા કિયારા અડવાણીને લેવા નીકળી ગયો છે. સિદ્ધાર્થને તેના દિલ્લીવાળા ઘર બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. કિયારાને પોતાની દુલ્હન બનાવવા માટે સિદ્ધાર્થના ચહેરા પરનો નૂર ચમકતો જોવા મળ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો. બ્લેક ગોગલ્સ લગાવી ફુલ ઓન ટશન સાથે સિદ્ધાર્થ જેસલમેર જવા રવાના થયો છે.

દુલ્હે રાજાને લગ્નની શેરવાનીમાં જોવા માટે ચાહકો ઘણા એક્સાઇટેડ છે. સિદ્ધાર્થની દુલ્હનિયા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને તેના પરિવાર સાથે જેસલમેર પહોંચી ચૂકી છે. ત્યાં તેનો ભાઇ પણ લગ્નના જોડા સાથે મીડિયાના કેમેરામાં કેપ્ચર થયો હતો. આ બધા વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઘણી બધી કારો એકસાથે જોવા મળી રહી છે. ફિલ્મીજ્ઞાન નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,

જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- દુલ્હે રાજા સિદ્ધાર્થ મલ્હોત્રાની રાહ જોઇ રહેલો કારોનો કાફલો. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની રાહ ચાહકો ખૂબ જ આતુરતાથી જોઇ રહ્યા છે. આમ તો સિદ્ધાર્થ અને તિયારાએ ક્યારેય પણ તેમના રિલેશનને લઇને ખુલીને વાત નથી કરી પણ હવે બંને વચ્ચેના પ્રેમની ચિંગારી લગ્નની બાઉન્ડ્રી ક્રોસ કરવા જઇ રહી છે. કેટલાક મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો આજે સાંજથી ફંક્શન શરૂ થવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

6 ફેબ્રુઆરીએ પંજાબી રીતિ રિવાજ અનુસાર સિદ્ધાર્થ-કિયારા લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્નમાં 100-125 લોકો જ સામેલ થશે, જેમના માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 85 જેટલા લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. મીડિયાની નજર આ બિગ ફેટ પંજાબી વેડિંગ પર બનેલી છે. સિદ્ધાર્થ સાથે તેની માતા અને ભાઇ પણ વેડિંગ ડેસ્ટિનેષન માટે રવાના થઇ ચૂક્યા છે. જાનૈયાઓનું સ્વાગત ધૂમધામથી કરવા છોકરીવાળા પહેલાથી જ જેસલમેર પહોંચી ચૂક્યા છે.

Shah Jina