સિદ્ધાર્થ સાથે સાત ફેરા લેવા માટે ઉતાવળી થઇ કિયારા અડવાણી, જેસલમેર પહોંચતા જ ફટાફટ કારમાં જઇ બેસી ગઇ, ચાહકો બોલ્યા- દુલ્હો ક્યાં છે ?

સિદ્ધાર્થ સાથે સાત ફેરા લેવા જેસલમેર પહોંચી કિયારા અડવાણી, જોવા મળ્યો ગજબનો બ્રાઇડલ ગ્લો

સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી હવે બધાની નજર સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના લગ્ન પર છે. સેલિબ્રિટી કપલ 6 અથવા 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તેઓએ આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી. કપલના લગ્ન આ દિવસોમાં જબરદસ્ત હેડલાઇન્સમાં છે.

આ દરમિયાન, ઘણા સેલિબ્રિટીઓ જેસલમેર જવા રવાના થાય તે પહેલાં જ આ સમાચારની પુષ્ટિ થઈ હતી. આજે સવારે જ કિયારા અડવાણી રાજસ્થાન જવા રવાના થઈ હતી, જે દરમિયાન તેને પેપરાજી દ્વારા સ્પોટ પણ કરવામાં આવી હતી અને તેણે પેપરાજીને ઇગ્નોર કર્યા વગર પોઝ પણ આપ્યા હતા.

અભિનેત્રી મુંબઈના એક ખાનગી એરપોર્ટની બહાર જોવા મળી હતી. જેમાં તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. શનિવારની સવારે કિયારા અડવાણી કાલીના એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાન તેણે સફેદ પેન્ટ-સફેદ ટોપ પહેર્યું હતું. આ સાથે, તેણે ગુલાબી શાલ લીધી હતી. એરપોર્ટ પર પેપરાજીને જોઈને અભિનેત્રીએ સુંદર સ્મિત સાથે હાથ વેવ કર્યો હતો. આ દરમિયાન કિયારાના ચહેરા પર બ્રાઇડ ગ્લો જોવા મળ્યો હતો.

કિયારાની સાથે અન્ય કેટલાક લોકો પણ એરપોર્ટ પર દેખાયા હતા. ત્યારે હવે કિયારા જેસલમેર પહોંચી ગઇ છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે. જો કે, હજુ સુધી દુલ્હો એટલે કે સિદ્ધાર્થ એરપોર્ટ પર જોવા મળ્યો નથી અને ન તો તેના પરિવાર વિશે કોઈ માહિતી સામે આવી છે. કિયારા-સિદ્ધાર્થે લગ્નના સમાચારની પુષ્ટિ પણ કરી નથી.

આવી સ્થિતિમાં સેલિબ્રિટી કપલના ફેન્સ થોડા નિરાશ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ-કિયારાની પ્રી-વેડિંગ વિધિ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. આવી સ્થિતિમાં તમામ આજે એટલે કે 4 તારીખે જેસલમેર પહોંચશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની સૂર્યગઢ હોટલમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નમાં અનેક વીવીઆઈપી મહેમાનો આવવાના છે તેથી હોટલની સુરક્ષા પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, મુંબઈની એક વેડિંગ પ્લાનર કંપની સૂર્યગઢ હોટલમાં તમામ વ્યવસ્થાઓ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સૂર્યગઢ હોટેલ જેસલમેરથી લગભગ 16 કિમી દૂર આવેલી છે, જે ખૂબ જ સુંદર અને લક્ઝુરિયસ છે. તાજેતરમાં સેલિબ્રિટી મહેંદી કલાકાર વીણા નાગડા પણ જેલમેર જવા રવાના થયા હતા,

જેની પોસ્ટ તેમણે ઇન્સ્ટા સ્ટોરી પર કરી હતી. તેણે કેટલાક હેશટેગ્સ દ્વારા એવો સંકેત પણ આપ્યો હતો કે તે એક વૈભવી લગ્નમાં હાજરી આપવા રાજસ્થાન પહોંચી છે. તેણે એરપોર્ટ પરથી તેની તસવીર પણ શેર કરી હતી. તેણે #bigfatindianwedding જેવા હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ કારણે યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે અન્ય સેલેબ્સની જેમ કિયારાએ પણ તેની મહેંદી માટે વીણા નાગડાને પસંદ કરી છે. સિદ્ધાર્થ અને કિયારા રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસ હોટલમાં સાત ફેરા લેવાના છે. કપલના લગ્નમાં 100-120 મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, લગ્નની ખબરો વચ્ચે છેલ્લા બે દિવસથી કપલનો એક થ્રો બેક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો, જેને ચાહકો દ્વારા પણ ઘણો પસંદ કરવામાં આવ્યો. વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

આ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં શેરશાહ ફિલ્મનું ગીત ‘રાતાં લમ્બિયા’ વાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ તથા કિયારાએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી જ બંનેના લવ સ્ટોરી શરૂ થઈ હતી. ત્યારે હવે તેઓ તેમના પ્રેમને લગ્નનું નામ આપવા તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina