ખબર

હું કશ્મીરી મુસલમાન છું, મને શરમ આવે છે…મુસલમાનોએ પોતાનો ગુનો કબૂલ કરવાની અને માફી….જાણો સમગ્ર મામલો

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર લગાતાર દેશભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવામાં ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર સ્થાનીય ન્યુઝ ચેનલનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એક કાશ્મીરી મુસ્લિમ યુવક તે ઘટનાનું વર્ણન કરતા કહી રહ્યો છે કે કાશ્મિર પંડિતોની ખુલ્લેઆમ હત્યા થઇ હતી માટે આપણે સામુહિક રૂપે માફી માંગવી જોઈએ”.

આ મુસ્લિમ યુવકે 90ના દશકની ઘટનાઓ માટે કાશ્મીર પંડિતોની હાથ જોડીને માફી માંગી છે અને દાવો કર્યો છે કે તે પોતે પણ હિન્દુઓના નરસંહારનો ગવાહ છે. તેમણે એક સ્થાનીય ન્યુઝ ચેનલ પર ડિબેટ દરમિયાન આ વાત કહી છે અને ઘણી ટ્વીટ દ્વારા કાશ્મીર મુસલમાનોને આગળ આવીને પોતાનો ગુનો કબુલ કરી સામુહિક રીતે માફી માંગવા માટે અપીલ કરી છે.

જાણકારીના આધારે આ મુસ્લિમ યુવકનું નામ જાવેદ બેધ છે જે ન્યુઝને કહી રહ્યા છે કે તે સંગ્રામપોર નરસંહારના પ્રત્યક્ષદર્શી હતા અને આજના શિક્ષિત યુવાઓને પાછળની પેઢીઓની ભૂલનો સ્વીકાર કરવો પડશે. જાવેદ આગળ કહી રહ્યા છે કે,”અનેક કાશ્મીરી પંડિતો માર્યા ગયા…જે મેં મારી આંખેથી જોયું છે.જેઓ માર્યા ગયા હતા તેઓ ન તો કોઈની આઝાદીને રોકી રહ્યા હતા કે ન તો કોઈ કાશ્મીર મુસલમાનને મારી રહ્યા હતા. જો આ નરસંહાર નથી, તો આ શું છે?ત્યાં અપરાધ કરવામાં આવ્યા હતા અને તેના માટે આપણે હાથ મિલાવવો જોઈએ અને કાશ્મીરી પંડિતો સામે સાર્વજનિક રૂપે માફી માંગવી જોઈએ.તેના માટે તમારે એક ફિલ્મની જરૂર નથી”.

એવામાં વિવેક અગ્નિહોત્રીએ આ વીડિયો ક્લિપ શેર કરીને કહ્યું કે,”આ યુવા કાશ્મીરી મુસલમાન કાશ્મીરી હિન્દુઓના નરસંહાર પર માફી માંગી રહ્યો છે. નરસંહારની વાત કાબુલ કરવી અને માફી માંગવી ન્યાયના અધિકારનું પહેલું પગલું છે. જો કોઈ આ યુવા વ્યક્તિને જાણે છે તો મહેરબાની કરીને કોઈ તેને મારો પ્રેમ અને આભાર મોકલો”.