કરિશ્મા તન્નાએ પોતાની પહેેલી રસોઇમાં બનાવી આ મિઠાઇ, પતિ વરુણની માતાએ આ રીતે કર્યુ વહુનું સ્વાગત

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ બિઝનેસમેન વરુણ બંગેરા સાથે લગ્ન કરી લીધા છે. કરિશ્મા અને વરુણે 5 ફેબ્રુઆરીએ સાત ફેરા લીધા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજર હતા. લગ્ન બાદ અભિનેત્રીનું તેના સાસરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યાં, હવે તે સાસરે પહોંચ્યા પછી, લગ્ન પછીની વિધિઓને ખૂબ એન્જોય કરી રહી છે. કરિશ્મા તન્નાએ તેના સાસરે પહોંચ્યા પછી પહેલી રસોઇની વિધિ પૂર્ણ કરી છે, જેની એક ઝલક અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને બતાવી છે. કરિશ્મા તન્નાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં તે પહેલીવાર તેના સાસરે સ્વીટ ડિશ બનાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં કરિશ્મા તન્ના હલવો બનાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રીનો ચહેરો દેખાતો નથી, પરંતુ મહેંદીવાળા હાથ સ્પષ્ટ જોઈ શકાય છે. આ પછી કરિશ્મા અને વરુણ ભગવાનને ભોગ ચઢાવે છે. વીડિયોમાં વરુણ બંગેરા તેની પ્રેમાળ પત્ની કરિશ્માને પહેલા હલવો ખવડાવતો જોવા મળે છે અને પછી કરિશ્મા પણ વરુણને હલવો ખવડાવે છે. આ વીડિયોની સાથે કરિશ્મા તન્નાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘પહેલી રસોઇ, કુછ મીઠા હો જાએ.’ આ સાથે અભિનેત્રીએ એક ઈમોજી પણ મૂક્યું છે.

કરિશ્મા તન્નાના આ વીડિયોને ફેન્સથી લઈને સેલેબ્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં દલજીત કૌરે લખ્યું, ‘મિસ્ટર એન્ડ મિસિસ’ સાથે જ ફેન્સ પણ બંનેના વખાણ કરી રહ્યાં છે.આ પહેલા કરિશ્મા તન્નાએ પોતાના લગ્નનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે તે તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે પણ ખૂબ ઉત્સુક હતી કે વરુણ તેને દુલ્હન તરીકે જોશે. આ વીડિયોના અંતમાં કરિશ્મા અને વરુણના લગ્નની વિધિઓની ક્લિપ સામેલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના લગ્નમાં ઘણા મહેમાનો આવ્યા ન હતા. બંનેના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે, બંનેએ પોતાના લગ્નને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી, કરિશ્મા અને વરુણ લગ્ન પહેલા લગભગ દોઢ વર્ષ સુધી ડેટ કર્યા હતા.

ઘણો સમય સાથે વિતાવ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કરિશ્મા તન્ના અને વરુણે તેમના પરિવારના સભ્યોની હાજરીમાં નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. આ ખબર પણ પછી બહાર આવી હતી. વરુણ બંગેરા વ્યવસાયે રિયલ એસ્ટેટ એજન્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા છેલ્લે ફિલ્મ સૂરજ પે મંગલ ભારીમાં જોવા મળી હતી. અભિનેત્રી નચ બલિયે, બિગ બોસ 8, ઝલક દિખલા જા સહિત ખતરો કે ખિલાડી જેવા મોટા રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે.

Shah Jina