બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડીને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંનેના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા અને આજે તેમને એક દીકરો પણ છે જેનું નામ તૈમુર છે. તૈમુર પણ સોશિયલ મીડિયા ઉપ્પર છવાયેલો રહે છે તો ચાહકો પણ સૈફ અને કરીનાની જોડીને ખુબ પસંદ કરે છે.

કરીના સૈફ અલી ખાન કરતા 10 વર્ષ નાની છે અને સૈફ અલી ખાનના આ બીજા લગ્ન હતા જેના કારણે જયારે કરીનાએ સૈફ સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો ત્યારે ઘણા લોકો ઘણું બધું કહી રહ્યા હતા. આ વાત ખુદ કરીના કપૂરે જ “કોફી વિથ કરણ” શોના એક એપિસોડમાં જણાવી હતી.

કરણ જોહરના ચેટ શોમાં કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા એક સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે કરીનાના અંગત જીવનને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા. કરીનાએ કહ્યું કે: “જ્યારે સૈફે સૈફ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે ઘણા લોકોએ મને કહ્યું હતું કે સૈફના પહેલાથી જ બે બાળકો છે. તેને છૂટાછેડા લીધેલા છે. શું તું ખરેખર તેની સાથે લગ્ન કરવા માંગે છે?”

કરીના આગળ જણાવતા કહ્યું કે: “લોકોએ મને એમ પણ કહ્યું હતું કે જ્યારે તું સૈફ સાથે લગ્ન કરીશ ત્યારે તારી કારકિર્દી પણ સમાપ્ત થઈ જશે. લોકોની વાતો સાંભળીને મને લાગ્યું કે કોઈને પ્રેમ કરવો એ ગુનો છે અથવા કોઈની સાથે લગ્ન કરવા એ ગુનો છે. પછી મેં વિચાર્યું કે ચાલો હવે એજ કરીએ અને જોઈએ કે ફરીથી શું થાય છે.”
View this post on Instagram
કરીના કહે છે કે : “મારા અને સૈફ પહેલા લોકો તેમના સંબંધોને છુપાવતા હતા. મારી સાથે આવું નહોતું. અભિનેત્રીઓ તેમના સંબંધો વિશે વાત નહોતી કરતી.” કરીનાએ આ શોની અંદર ખુલીને સૈફ અને તેના લગ્નમાં આવેલી અડચણો વિષે વાત કરી હતી, લોકોનું આ બાબતે શું માનવું હતું એ પણ તેને જણાવ્યું.

લોકડાઉનમાં છુટછટો મળતા જ કરીના સૈફ અને તૈમુર સાથે જોવા મળી હતી, તેને છેલ્લે ફિલ્મ “અંગ્રેજી મીડીયમ”માં અભિનેતા ઈરફાન ખાન સાથે કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.