કોમેડિયન કપિલ શર્માના નામથી જ આજે નાનું બાળક પણ પરિચિત છે, “ધ કપિલ શર્મા” શો ની અંદર દર્શકોને હસાવી હસાવીને લોટ પોટ કરનારા કપિલ શર્માના ઘરે દીકરી આવ્યાના સમાચાર ખુબ જ ચર્ચામાં રહ્યા હતા, કપિલે સોશિયલ મીડિયામાં પોતાની દીકરીનો ફોટો પોસ્ટ પણ કર્યો હતો અને ત્યારે જ તેને ઘણા લોકોએ શુભકામનાઓ પણ આપી હતી.

દીકરીના જન્મ બાદ કપિલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું: “મળો અમારા હૃદયના ટુકડા ‘અનાયારા”ને”. નામ સાથે જ તેને પોતાની દીકરીનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો અને પોતાની ખુશી પણ અભિવ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયામાં તેને ખુબ વખાણ થયા હતા.
ત્યારે હાલમાં જ કપિલની દીકરી “અનાયરા”ના બીજા નવા ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યા છે અને ચાહકો તેને જોઈને ખુબ જ ક્યૂટ છે તેવું પણ જણાવી રહ્યા છે. કપિલ શર્માના ઘરે દીકરીના જન્મ થયા બાદ ઘણા સ્ટાર તેના ઘરે જઈને તેની દીકરીને મળી આવ્યા છે સાથે શુભકામનાઓ પણ આપી આવ્યા છે, હાલમાં જ તેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
કપિલની દીકરીનો જે ફોટો વાયરલ થઇ રહ્યો છે તેને રિયા તિવારીએ પોતાના ખોળામાં લીધેલો ફોટો છે. કપિલની દીકરી અનાયરાએ ચેક્સ શર્ટ અને ગુલાબી રંગનો પાયજામો પહેર્યો છે જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી છે. રિયા તિવારી કપિલ શર્માને પોતાનો ભાઈ માને છે અને તે કપિલ સાથે તેના શોમાં ઘણીવાર જોવા પણ મળી છે.
View this post on Instagram
રિયાએ આ ફોટાને શેર કરતા કેપશનમાં લખ્યું છે: “મારી પ્રેમાળ દીકરી અનાયરા, તને બહુ જ બધો પ્રેમ, કપિલભાઈ અને ગિન્ની ભાભીને ઘણી જ બધી શુભકામનાઓ”
કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા પોતાના લગ્નની વર્ષગાંઠના બે દિવસ અગાઉ જ ગિન્નીએ એક દીકરીને જન્મ આપ્યો હતો જેનું નામ અનાયરા રાખવામાં આવ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.