ખબર મનોરંજન

એક વર્ષની થઇ કપિલ શર્માની દીકરી અનાયરા, બર્થડે પાર્ટીની ક્યૂટ તસ્વીર આવી સામે

સ્વર્ગથી આવેલી પરી જેવી દેખાય છે ક્યૂટ અનાયરા- જુઓ તસ્વીરો

જાણીતો કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા તેના શો સિવાય તેની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. ગુરુવારે એટલેકે 10 ડિસેમ્બરે તેની દીકરી અનાયરા શર્મા એક વર્ષની થઇ છે. અનાયરાના ખાસ બર્થડે પર કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથએ ખાસ આયોજન કર્યું હતું.

Image source

કપિલ શર્મા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. તે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં તેની દીકરી અનાયરાની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અનાયરા ઘણી ક્યૂટ લાગી રહી છે. એક તસ્વીરમાં અનાયરા તેના માતા-પિતા ગિન્ની ચતરથ અને કપિલ શર્મા સાથે જોવા મળી રહી છે. દીકરીના બર્થડે પર શુભેચ્છા પાઠવનારા લોકોનો પણ કપિલ શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખુબસુરત તસ્વીરમાં અનાયરા બહુ જ પ્યારી લાગી રહી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. જોઈ શકાય છે કે, અનાયરા પિંક આઉટફિટમાં નજરે આવી રહી છે. કપિલ તેની પત્ની ગિન્ની અને તેની માતાએ બ્લેક ટીશર્ટ પહેર્યું હતું. બધાએ ટીશર્ટ પર અનાયરા માટે એક ખાસ મેસેજ લખ્યો હતો.

Image source

કપિલ શર્માએ તસ્વીર સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, અમારી લાડોના પહેલા બર્થડે પર ખુબ પ્રેમ અને આશીર્વાદ દેવા માટે આભાર, ગિન્ની અને કપિલ. સોશિયલ મીડિયા પર કપિલ શર્માની દીકરીની તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેન્સ સિવાય બોલીવુડના ઘણા સિતારાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે અનાયરાને બર્થડે વિશ કર્યું હતું.

Image source

ચાલો તમને જણાવી દઈએ કે કપિલ શર્માનું ઘર ફરી કિલકારીથી ગુંજી ઉઠવા જઈ રહ્યું છે. તેની પત્ની ગિન્ની ચત્રથની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છપાઇ છે, જેમાં તે ગર્ભવતી લાગે છે. જો કે કપિલ શર્મા અથવા ગિન્ની પૈકી કોઈએ પણ હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ શર્મા અને ગિન્ની જાન્યુઆરી 2021 માં પોતાના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.

Image source

ગિન્ની હાલમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છે. કપિલની માતા ગિન્નીની સંભાળ લેવા અમૃતસરથી મુંબઇ આવી છે. તાજેતરમાં કપિલ અમૃતસર ગયો હતો. તેણે સુવર્ણ મંદિરની તસ્વીર પણ પોસ્ટ કરી હતી. હાસ્ય કલાકાર ભારતી સિંહે એક વીડિયો શેર કર્યા બાદ જ ગિન્ની ગર્ભવતી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. કરવા ચોથના અવસરે શેર કરેલા આ વીડિયોમાં ગિન્નીનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.