મનોરંજન

બોલિવૂડની ક્વીન પહોંચી દ્વારકાધીશ મંદિર, મંદિરના ગર્ભગૃહમાં કર્યું એવું કે પહોંચી હજારો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ

બોલિવૂડની ક્વીન કંગના રાનૌત હાલમાં બોલિવૂડની સૌથી સ્પષ્ટવકતા અભિનેત્રીઓમાંથી એક છે. એ જ કારણ છે કે તે ઘણા લોકોને પસંદ નથી આવતી. પરંતુ કંગનાને ઇગ્નોર કરી શકાય એમ નથી. હાલમાં કંગના ત્રણ મોટી ફિલ્મોની તૈયારીઓ કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ કંગનાએ દ્વારકા જઈને ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. થોડા દિવસો પહેલા તે ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાંમાં જવા મળી હતી, જેમાં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

 

View this post on Instagram

 

#KanganaRanaut performs Pooja at #DwarkadheeshTemple in #Dwarka today

A post shared by Kangana Ranaut (@team_kanganaranaut) on

હાલમાં જ કંગના રનૌત દ્વારકા ભગવાન કૃષ્ણા આશીર્વાદ મેળવવા માટે દ્વારકાધીશ જગતમંદિરે પહોંચી હતી, જે સમયની કેટલીક તસ્વીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કંગના ભગવાન કૃષ્ણની ભક્તિમાં લિન જોવા મળી. કંગનાએ દ્વારકા જઈને મીડિયા સાથે વાતચિત કરી છે, જેમાં તેને જણાવ્યું કે તેને ભગવાન કૃષ્ણ પર ખૂબ જ આસ્થા છે. ગુજરાતના દ્વારા આવીને કંગનાએ તેનો અનુભવ પણ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

Kangana offers prayers at the Dwarkadeesh temple in Gujarat today

A post shared by Kangana Ranaut (@team_kanganaranaut) on

કંગનાએ દ્વારકાધીશ મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણની પૂજા અર્ચા કરી, અને તેમના દર્શન બાદ પ્રસાદ પણ લીધો. કંગનાની તસવીરો અને વિડિયોઝ જોઈને સ્પષ્ટ જાણવા મળે છે કે એ ખરેખર કૃષ્ણની કેટલી મોટી ભક્ત છે. પણ તેની મંદિરના ગર્ભગૃહની તસ્વીરો વાયરલ થયા બાદ હવે હજારો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.

વાત એમ છે કે દ્વારકાધીશ જગતમંદિરમાં મોબાઈલ લઇ જવાની કે ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ હોવા છતા જયારે નેતાઓ, વીઆઈપી લોકો કે મોટા ફિલ્મી સિતારાઓ આવે છે ત્યારે તેઓ મંદિરની અંદર તસ્વીરો લેતા હોય છે. તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. જયારે સામાન્ય ભક્તોને મંદિરની અંદર મોબાઈલ ફોન લઇ જવાની પણ મનાઈ હોય છે. જેથી ભક્તોનું માનવું છે કે વીઆઈપી ભક્તો માટે કોઈ જ નિયમો નથી અને એને જ કારણે દૂર-દૂરથી દ્વારકાધીશના દર્શને આવતા ભક્તોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે.

ત્યારે બોલિવૂડની અભિનેત્રી કંગના રાનૌત દર્શને આવેલી અને દ્વારકાધીશ જગતમંદિરમાં ગર્ભગૃહ પાસે ઉભી રહીને તેના દ્વારકાધીશ ભગવાન સાથેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે. લોકોના મનમાં સવાલ જાગી રહયા છે કે શું હવે પછી દ્વારકાધીશ જગતમંદિરમાં ફોટોગ્રાફી કરવા દેવામાં આવશે? શું જગતમંદિરની સુરક્ષા માટે કડક પગલા ભરી મંદિરમાં જતા બેરોકકોટ મોબાઇલો અને ફોટોગ્રાફી કરવાનું બંધ કરાવશે? કે પછી જગતમંદિરની સુરક્ષા સાથે ચેડાં થવા દેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks