મનોરંજન

લોકડાઉનને કારણે એક ફિલ્મી એક્ટ્રેસની પ્રેમ કહાની ફસાઈ ગઈ લંડનમાં, નથી થઇ રહ્યું 2 પ્રેમી પંખીડાનું મિલન

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળે છે. લોકડાઉનને કારણે ઘણા પ્રેમી પંખીડાના લગ્ન અટકી પડયા છે. આવો જ કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

Me and My Tom & jerry are enjoying The view ⛰ #tshirt❤️

A post shared by Rashi singh (@rashi.real) on

લોકડાઉનને કારણે કાનપુર અને લંડન વચ્ચેની એક પ્રેમકહાની ફસાઈ ગઈ છે. કાનપુરની ફિલ્મ એક્ટ્રેસ અને બ્રિટિશ નાગરિક ના લગ્ન લોકડાઉનને કારણે અટકી ગઈ છે. ભારતીય પરંપરા અનુસાર આ લગ્ન 8 એપ્રિલે કાનપુમાં થવાના હતા.[પરંતુ લોકડાઉનને કારણે આ લગ્ન થઇ શક્યા ના હતા.

 

View this post on Instagram

 

👀

A post shared by Rashi singh (@rashi.real) on

સ્વરૂપનગર કૃષ્ણાવતાર સચાન અને રેખા સચાનની દીકરી કામના સચાને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી એક્ટ્રેસ છે. કામનાએ થિક્કા અને અય્યોરમા જેવી ફિલ્મો દિગ્ગજ અભિનેતાઓ સાથે એક્ટિંગ કરી છે. આ સિવાય કામનાએ બોલિવુડમાં વિક્રમ ભટ્ટ વેબ સીરિઝ ફેસલેસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.
જણાવી દઈએ કે, ફિલ્મી દુનિયામાં કામના રાશિ સિંહના નામે ઓળખાય છે. આ ઉપરાંત કામનાએ યોગમાં ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. કામનાએ જણાવ્યું હતું કે, બ્રિટિશ નાગરિક ડિલન સુકૈરી સાથે તેમની મુલાકાત એક કોમન મિત્રદ્વારા થઇ હતી. આ બાદ ડિલન કામનાને મળવા મુંબઈ આવ્યો હતો. બાદમાં બંનેએ એકસાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો.

 

View this post on Instagram

 

Ghar pe hona sab? 😃 #throwbackobviously see you all live at 8 😊

A post shared by Rashi singh (@rashi.real) on

કામના અને ડિલને તેમના પરિવારને તેમના સંબંધો વિશે જણાવીને અને ગયા વર્ષે લંડનમાં સગાઈ કરી હતી. આ બાદ કાનપુરમાં રજિસ્ટર મેરેજ પણ કર્યા હતા. કામનાએ વધુમાં કહ્યું હતું કે, મારા પરિવારના લોકો ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરવા ઈચ્છે છે. એટલા માટે 8 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

My face 👆🏼 When i see couples celebrating Valentine’s week 😟😝

A post shared by Rashi singh (@rashi.real) on

તો બીજી તરફ લંડનથી ડિલનના પરિવારે ફ્લાઈટ પણ બુક કરાવી લીધી હતી અને અહીં હોટલ બુકિંગ કરાવવા ઉપરાંત લગ્નના કાર્ડ પણ છપાવી લીઘા હતા. કામના કહે છે કે, તેમના ભાઈ શ્રેયસે ખૂબ જ ઉત્સાહ સાથે લગ્નની તૈયારી કરી હતી. જો કે ભારતમાં તો સ્થિતિ કાબૂમાં છે પણ લંડનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિમાં હવે લગ્ન કયારે થશે એ કંઈ નક્કી નથી.
જણાવી દઈએ કે, કામના લગ્ન પછી લંડનમાં જ યોગ ક્લાસીસ ચલાવવા માંગે છે.

 

View this post on Instagram

 

My face 👆🏼 When i see couples celebrating Valentine’s week 😟😝

A post shared by Rashi singh (@rashi.real) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.