અમરેલીના આ ગુજરાતીએ તો કેનેડામાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો, ટેસ્લા કારનો રાખ્યો એવો નંબર કે લોકોને પણ મળે છે પ્રેરણા, જુઓ

6 વર્ષ પહેલા કેનેડામાં ભણવા માટે ગયેલા અમરેલીના ગામડાના યુવાને આજે પોતાની મહેનતના દમ પર ખરીદી 5 પ્રોપર્ટી, જુઓ કેવી રીતે મેળવ્યું આ મુકામ

આજના સમયમાં ઘણા લોકો વિદેશની અંદર ભણવા અને કમાવવા માટે જતા હોય છે. ઘણા ગુજરાતીઓ એવા છે જેમણે વિદેશમાં જઈને પોતાના નામનો ડંકો વગાડ્યો છે અને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. એવા જ એક ગુજરાતીની કહાની હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેણે માત્ર 28 વર્ષની ઉંમરમાં જ એવું મોટું કામ કર્યું કે આજે ગુજરાતીઓ પણ તેને જોઈને ગર્વથી વાહ વાહ કરી રહ્યા છે.

આ યુવકનું નામ છે ઋતુલ વડોદરિયા, જે મૂળ અમરેલીનો વતની છે અને 6 વર્ષ પહેલા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો, જ્યાં તેને પોતાની મહેનતથી પોતાનું આગવું નામ બનાવ્યું અને હાલ તેને એક બ્રાન્ડ ન્યુ ટેસ્લા કાર પણ ખરીદી જેનો નંબર એવો લીધો કે તેને જોઈને અન્ય લોકોને પણ કામ કરવાની પ્રેરણા મળે. ઋતુલે તેની કારના નંબરમાં “KAM KARO” લખાવ્યું છે અને તેના દ્વારા તે અન્ય લોકોને પણ કામ કરવા માટેની પ્રેરણા આપી રહ્યો છે.

ઋતુલે આ કાર 70 હજાર કેનેડિયન ડોલરમાં ખરીદી છે. સાથે જ પોતાનો મનગમતો નંબર લેવા માટે તેણે વધારાના 300 ડોલર પણ ચૂકવ્યા છે. ઋતુલ કેનેડામાં રિયલ એસ્ટેટના કામ સાથે સંકળાયેલો છે. તેની ઉંમર માત્ર 28 વર્ષની છે છતાં આ ઉંમરે પણ તેણે મહેનત કરીને એક આગવું નામ બનાવી લીધું છે. તેણે ગુજરાતમાં રહીને મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો અને તે અમરેલીના રબારીકા ગામમાં રહેતો હતો.

ઋતુલ વર્ષ 2016-17માં કેનેડા માસ્ટર ડિગ્રી માટે ગયો હતો અને ત્યાં તેને અભ્યાસ કર્યા બાદ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઝમ્પલાવ્યું અને કિસ્મતે પણ તેનો સાથ આપ્યો. અભ્યાસ દરમિયાન તેને નાના મોટા દરેક કામ કર્યા હતા અને ખુબ જ સંઘર્ષ પણ કર્યો હતો. જેના બાદ તેની કિસ્મત ચમકી. આજે ઋતુલ પાસે કેનેડામાં પોતાના પાંચ ઘર છે. તે ગુજરાતથી કેનેડા આવતા યુવાનોને પણ મહેનત કરવામાં જરા પણ શરમ ના રાખવાનું જણાવે છે.

Niraj Patel