ગરીબીથી છુટકારો નથી મળતો? દુર્ભાગ્ય વારંવાર જીવનમાં અડચણો આપી રહ્યું છે? બસ આટલું કરો
જો કોઈને ગરીબીથી છુટકારો નથી મળી રહ્યો અને દુર્ભાગ્ય વારંવાર જીવનમાં અડચણો આપી રહ્યું છે તો રવિવારના દિવસે આ એક ઉપાય ચોક્કસ કરો. આ ઉપાયને વિધિપૂર્વક કરવાથી તમારી મનોકામના ચોક્કસ પુરી થઇ જશે. જ્યોતિષશાસ્ત્રના આધારે આવું કરનારને આગળના સાત જન્મ સુધી પણ ધનની ખોટ નથી આવતી.

ઘણા લોકોને ગ્રહ દોષ ખરાબ હોવાને લીધે જીવન ભર દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. કઠોર પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી શક્તિ નથી. રવિવારનો દિવસ ભગવાન સૂર્ય નારાયણનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે જો ગાયના દૂધનો નાનો એવો ઉપાય કરવામાં આવે તો જીવનનું દુર્ભાગ્ય અને ગ્રહોની અશુભ સ્થતિ જલ્દી જ ઠીક થવા લાગે છે.

જો તમે પણ તમારા દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માંગો છો અને અપાર ધન-સમૃદ્ધિ મેળવવા માંગો છો તો રવિવારના દિવસે આ ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી જીવનમાં અપાર ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ, ઐશ્વર્ય અને સંપન્નતા વધવા લાગશે.

શનિવારની રાતે ગાયના દૂધનો એક ગ્લાસ તમારા સુવાના પલંગની નીચે જમણી બાજુએ થોડા ચોખા કે ઘઉં નો ઢગલો કરીને તેના પર મૂકી દો.

રવિવારની સવારે સ્નાન કરીને સ્વચ્છ સફેદ કપડા પહેરીને સૂર્યોદયના પહેલા જ આ દૂધનો ગ્લાસ બબુલના વૃક્ષ નીચે તેના મૂળમાં ચઢાવી દો અને અગરબત્તીનો ધૂપ પણ કરો. દૂધ ચઢાવતી વખતે તમારી મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરો. તમારે આ ઉપાય ઓછામાં ઓછા ત્રણ રવિવાર સુધી કરવાનો રહેશે. આ ઉપાયથી તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલતા વાર નહિ લાગે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.