જૂનિયર મહેમૂદની અંતિમ વિદાય, શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા જોની લીવર, શૈલેશ લોઢા સહિત અનેક સ્ટાર્સ

સુપુર્દ-એ-ખાક થયા જુનિયર મહેમૂદ, અંતિમ વિદાયમાં બધાની આંખો રહી નમ- અનેક સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

8 ડિસેમ્બરે પ્રખ્યાત હાસ્ય કલાકાર જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ. જુનિયર મેહમૂદના નામથી પ્રખ્યાત અભિનેતા નઈમ સઈદ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. અભિનેતાની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગ્યે મુંબઈના તેમના ઘરેથી નીકળી હતી. જુનિયર મેહમૂદને અંતિમ વિદાય આપવા માટે ઘણા સેલેબ્સ તેમના ઘરે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જૂનિયર મહેમૂદની અંતિમ વિદાય

એક્ટર અને કોમેડિયન જોની લીવર તેના પરિવાર સાથે મહેમૂદને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રઝા મુરાદ, કોમેડિયન સુનીલ પાલ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ મેહમૂદને વિદાય આપવા આવી હતી. પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદના પરિવારે અશ્રુભીની આંખો સાથે અભિનેતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા સ્ટાર્સ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા શૈલેષ લોઢા પણ અભિનેતા જુનિયર મેહમૂદના ઘરે પહોંચ્યા હતા. કોમેડિયનને આજે જુહુ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. આ ઉપરાંત એક્ટર અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને અભિનેતા મેહમૂદ જુનિયરના નિધન પર શોક વ્યક્ત કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અરુણ ગોવિલે પોસ્ટ શેર કરી વ્યક્ત કર્યો શોક

અરુણ ગોવિલે લખ્યું, ‘હું વરિષ્ઠ કોમેડિયન જુનિયર મેહમૂદના આકસ્મિક નિધનથી દુઃખી છું, જેમણે વર્ષો સુધી પોતાના અદ્ભુત અભિનયથી દર્શકોના દિલો પર રાજ કર્યું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ’. જુનિયર મેહમૂદના નિધને બધાને હચમચાવી દીધા છે. અભિનેતાના અવસાનથી ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે, 70-80ના દાયકામાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવનાર જુનિયર મહેમૂદે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. જુનિયર મેહમૂદે દેવાનંદ અને રાજેશ ખન્નાથી લઈને સંજય દત્ત સુધીના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું.

Shah Jina