અજબગજબ ખબર

આ છોકરાનો જુગાડ જોઈને લોકોએ કહ્યું: “આ છે સોશિયલ ડિસ્ટેંસીન્ગનો બાપ..” તમે પણ જુઓ

સોશિયલ મીડિયા ઉપર ઘણા જુગાડ કરતા ફોટો અને વિડીયો આપણે જોતા હોઈએ છીએ, વળી આ કોરોના કાળમાં લોકોએ સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવા અને સાવચેતી રાખવા માટે ઘણા જુગાડ અજમાવ્યા છે. હાલમાં જે એક છોકરાનો જુગાડ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગને લઈને ઘણા જ લોકો અલગ અલગ જુગાડ કરતા જોવા મળ્યા, પરંતુ ગામડાના આ યુવકે જુગાડથી એવી વસ્તુ બનાવી કે લોકો તેના ચાહક બની ગયા અને કેટલાક લોકોએ તો એને જુગાડના સોશિયલ ડિસ્ટેંસીન્ગનો બાપ પણ કહી દીધો.

Image Source

જુઓ આ વીડિયો જેની અંદર સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવા માટે આ વ્યક્તિએ ખુબ જ કારગર જુગાડ આપનાવ્યો છે. આ વીડિયોને ભરત પાટીલ નામના યુવકે શેર કર્યો છે અને કેપશનમાં લખ્યું છે: “લોકોથી દુરી બનાવવા માટે ગામના આ છોકરાનો સ્પેશિયલ જુગાડ”

આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ યુવકે કેવી રીતે સાયકલના પેન્ડલ, પૈડાં, ચેન, દોરી અને એક ટોપલીની મદદથી એવી વસ્તુ બનાવી કે કોઈપણ દુકાનદાર કોઈપણ ગ્રાહકના સીધા સંપર્કમાં આવ્યા વિના જ તેમને સામાન આપી શકે છે અને પૈસા પણ લઇ શકે છે. ગ્રાહક અને દુકાનદાર વચ્ચે એટલું અંતર રહેશે કે બંનેમાંથી કોઈને કોરોનાનો ખતરો જ નહીં રહે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.