ખબર

સાસરીમાં ફોન કરી જમાઈએ કહ્યું, ‘તમારી દીકરીને મારી નાખી છે’ લાશ પાસે બેસીને કરતો હતો આ કામ, કાળજું કંપાવતી ઘટના

પતિ પત્નીના સંબંધોમાં અવાર નવાર ઝગડાઓ થતા રહે છે, કયારેક આ ઝઘડાઓ વિકરાળ સ્વરૂપ લઇ લે છે અને હત્યા સુધી પણ પહોંચી જતા હોય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના જોધપુર મહામંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના બીજેએસ કોલોનીમાંથી રવિવારના રોજ સામે આવ્યો છે, જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી અને તેની લાશ પાસે બેસીને જ વીડિયો ગેમ રમી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બીજેએસ કોલોનીમાં રહેતા 32 વર્ષીય વિક્રમ સિંહે પોતાની 30 વર્ષીય પત્ની શિવ કંવરની કાતરથી હત્યા કરી નાખી હતી. તેની પત્ની જયારે સુઈ રહી હતી તે દરમિયાન જ તેના ગળા અને છાતીના ભાગ ઉપર કાતરથી હુમલો કરી અને કરુણ હત્યા કરી નાખી. ત્યારબાદ તેને પોતાના સસરા મનોહર સિંહ અને મહામંદિર પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ઘટનાની જાણ પણ કરી દીધી હતી.

ઘટનાની જાણ થતા જયારે પોલીસ પહોંચી તો જોઈને તે પણ હેરાન રહી ગઈ હતી. આરોપી પતિ લાશ પાસે બેસીને જ મોબાઈલની અંદર વીડિયો ગેમ રમી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેને પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો હતો.આરોપી પતિને તેની પત્નીની હત્યા કરવાનો જરા પણ અફસોસ નહોતો.  પરંતુ પોલીસ સ્ટેશનમાં જઈને તેને એ વાતનો અફસોસ જરૂર થયો કે તેને પોતાના બાળકોને અનાથ બનાવી દીધા છે.

Image Source

વિક્રમ અને શિવ કંવરનો એક દીકરો અને એક દીકરી પણ હતા. આ બાબતે ડીએસપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે આરોપીનો પરિવાર મૂળ ફલોદીનો રહેવાસી છે. પરંતુ બીજેએસ કોલોનીમાં તેમનું એક મકાન છે જ્યાં તે લાંબા સમયથી રહે છે.ડીએસપીએ એ પણ જણાવ્યું કે આરોપી પતિ લાંબા સમયથી બેરોજગાર હતો અને તેની પત્ની પહેલા ઘરે સિલાઇનું કામ કરતી હતી અને ત્યારબાદ એક સહકારી સ્ટોરમાં કામ શરૂ કર્યું હતું. જેના કારણે જ પરિવારનું ભરણ પોષણ ચાલતું હતું. પરંતુ વિક્રમને પત્નીનું કામ કરવું પસંદ નહોતું.

તો આ બાબતે આરોપી વિક્રમ સિંહનું કહેવું છે કે તે રાત્રે તેને અચાનક દૌરો પડ્યો હતો અને તેને તેની પત્નીની હત્યા કરી નાખી. પરંતુ આવું કેમ થયું તે હજુ પણ પોલીસ માટે એક મોટો પ્રશ્ન છે. જેના માટે આરોપી પતિ સાથે હજુ પુછપરછ ચાલી રહી છે. આરોપી વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને મૃતક પત્નીના શબને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે.