12મું પાસ આ યુવતીને સાંભળવા દૂર-દૂરથી આવે છે લોકો, કહેવાય છે રાધા સ્વરૂપ- જુઓ તસ્વીરો
જયા કિશોરી બહુ જ જાણીતી કથાવાચિકા છે.જયા કિશોરી શ્રીમદ ભાગવત અને નાની બાઈ માયરાની કથા કરવા માટે દેશ વિદેશમાં જાણીતી છે. ભક્તોને તેની કથા બહુ જ પસંદ આવે છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ જયા કિશોરી ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં પણ તેના મોટિવેશનલ અને મેનેજમેન્ટ વિડીયો વાયરલ થતા રહે છે. જયા કિશોરીના ભક્તોના મનમાં હંમેશા એવો વિચાર આવે છે કે કાશ અમે પણ જયા કિશોરીની કથા કરીએ પણ અમને સમજમાં નથી આવતું કે આખરે કથા કરવામાં કેટલો ખર્ચ થાય છે ? તેની ફી શું છે.

ઇન્ટરનેટ પર જયા કિશોરીની ફીસ અને તેની કથા પર થનારા ખર્ચ વિષે બહુ જ સર્ચ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું જયા કિશોરી શ્રીમદ ભાગવત અને નાની બાઈની માયારા કથા માટે કેટલો ખર્ચ થાય છે. પીટીવી હિન્દુસ્તાન નામની એક ચેનલ પર યુટ્યુબ વિડીયો છે.

જેમાં જયા કિશોરીના બુકીંગ ઓફિસના કર્મચારી સાથે વાત કરવાનો દાવો કરીને જણાવે છે કે, કિશોરીજી એક કથા માટે કેટલી ફી લે છે. આ વિડીયોમાંથી મળેલી માહિતી અનુસાર, કિશોરીજી કથા કરવાં માટે 9 લાખ 50 હજારની ફી લે છે. આ ફીનો અડધો હિસ્સો એટલે કે 4 લાખ 25 હજાર કથા પહેલા અને અડધી ફી કથા બાદ લેવામાં આવે છે.

જણાવી દઈએ કે, જયા કિશોરીએ કમાયેલા પૈસા નારાયણ સેવા સંસ્થાનમાં દાન કરે છે. આ સંસ્થા વિકલાંગો લોકોની સેવા કરે છે. જેમાં વિશેષ રીતે વિકલાંગોની આર્થિક મદદ કરવામાં આવે છે. આ સાથે જ તેના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

એક ઇન્ટરવ્યૂમાં જયા કિશોરીએ કહ્યું હતું કે, કથામાં વ્યસ્ત હોવાને કારણે તે વિકલાંગ લોકોની મદદ નથી કરી શકતી ના તો તેની સેવા કરી શકે છે. તેથી દાન દ્વારા તેની સેવા પહોંચાડવાની કોશિશ કરી રહી છે.

આટલું જ નહીં કિશોરી તેની કમાણીનો મોટો હિસ્સો સામાજિક કામમાં પણ આપે છે. તેની ઓફિશિયલ વેબસાઈટ આઈ એમ જયા કિશોરી ડોટ કોમના જણાવ્યા મુજબ, કિશોરીજી વૃક્ષારોપણ અને બેટી બચાવો બેટી ભણાવોમાં પણ યોગદાન આપે છે. કિશોરીજી સામાજિક કામમાં પણ વધુ રસ લે છે. તેથી તેને ઘણા સામાજિક કાર્યક્રમમાં પણ જોવામાં આવે છે. આ સાથે જ એ મોટિવેશનલ સ્પીકર સેમિનાર પણ કરે છે.

ફેસબુક પર જયા કિશોરીના નામના 60થી વધુ ફેસબુક આઈડી અને પેજ બનાવવામાં આવ્યા છે. જેમાં 14 લાખથી વધુ લોકો જોડાયેલા છે. યુટ્યુબ પર તેના ભજન અપલોડ થતા જ જોનારાની સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.

જયા કિશોરીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું 6 વર્ષની હતી ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લિન છું. ગ્રેજ્યુએશન સુધીની શિક્ષા જરૂર લીધી છે. સોશિયલ મીડિયામાં જેટલા પણ આઈડી મારા નામથી બનાવેલા છે તે બધા ફેક છે. હું કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નથી કરતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીના ઘરમાં પહેલાથી જ આધ્યાત્મિકતાનું વાતાવરણ હતું. આ વાતાવરણથી તેમને કૃષ્ણ ભક્તિમાં ડૂબી જવા માટેની તક મળી.