ટીવી જગતના જાણીતા, ફેમસ, ક્યૂટ અને રોમેન્ટિક કપલ જય ભાનુશાલી અને માહી વીજએ આગળના દિવસે પોતાની દીકરી ‘તારા જય ભાનુશાલી’ નો પહેલો જન્મદિસવ ઉજવ્યો હતો. જોત જોતામાં તેની દીકરી તારા એક વર્ષની થઇ ચુકી છે, અને આ ખાસ મૌકા પર પુરા પરિવારે શાનદાર ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

ફોટોશૂટમાં નાની તારા ક્યારેક ઝુલામાં બેઠેલી, તો ક્યારેક રમકડાંથી રમી રહેલી તો ક્યારેક મમ્મી-પપ્પાના ખોળામાં બેઠેલી દેખાઈ રહી છે. ભાનુશાલી પરિવારનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે, અને લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

શેર કરેલી તસ્વીરોમાં લાઈટ પિન્ક ડ્રેસ કોડ રાખ્યો છે જેમાં દરેક કોઈ લાઈટ પિન્ક કલરના ડ્રેસમાં દેખાઈ રહ્યા છે. તારા પણ લાઈટ પિન્ક ફ્રોકમાં એકદમ ઢીંગલી જેવી ક્યૂટ લાગી રહી છે અને માથામાં પિન્ક કલરની હર બેન્ડ પણ પહેરી રાખી છે. આ સિવાય બેકગ્રાઉન્ડ, બલૂન્સ, રમકડાં બધું જ લાઈટ પિન્ક કલરનું રાખવામાં આવ્યું છે.

એક તસ્વીરમાં તારા માહીના ખોળામાં રમતી તો બીજી એક તસ્વીરમાં પાપા જયની સાથે તારા ખુબ જ ખુશ દેખાઈ રહી છે, અને પિતાને ટુકુટ ટુકુર જોઈ રહી છે.

બર્થડે પાર્ટીમાં જય અને માહી પણ બાળકોની જેમ મસ્તી કરતા દેખાયા હતા.માહીએ તસ્વીર શેર કરીને લખ્યું ને,”તારા જેવી દીકરી મેળવીને અમે ખુબ જ ખુશ છીએ”.જ્યારે જયએ પણ તારાને જન્મદિવસની શુભકામનાઓ આપતા લખ્યું કે,”તારા આવવાથી અમારા બધા જ સપના પુરા થઇ ગયા”.

ચાહકો પણ લગાતાર તારાના જન્મદિવસની શુભકામનાઓ માહી-જયને આપી રહ્યા છે. અમુક જ સમયમાં તસવીરો ધડાધડ વાયરલ થઇ ગઈ છે. જન્મદિસવનો જશ્ન પૂર્ણ થયા પછી તારા પાપા જયની ઊંઘ ખરાબ કરતી દેખાઈ રહી છે.

માહી વીજ અને જય ભાનુશાલીના વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા, જેના આઠ વર્ષ પછી માહીએ વર્ષ 2019 માં તારાને જન્મ આપ્યો હતો.

માહીએ અત્યાર સુધીમાં લાગી તુજસે લગન, તેરી મેરી લવસ્ટોરી, એન્કાઉન્ટર, ફિયર ફેક્ટર, બાલિકા વધુ, લાલ ઇશ્ક જેવી સિરિયલોમાં કામ કર્યું છે જયારે જય ભાનુશાલીએ કસૌટી ઝીંદગી કી, ધૂમ મચાઓ ધૂમ, કયામત, કિસ દેશ મૈં હૈ મેરા દિલ, ગીત:હુઈ સબસે પરાઈ જેવી સિરિયલોમાં કામ કર્યું છે અને ઘણા રિયાલિટી શો ને પણ હોસ્ટ કર્યા છે. આ સિવાય જય બૉલીવુડ ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. બંન્ને જોડી એકસાથે રિયાલિટી શો નચ બલિએ માં જોવા મળી હતી અને વિનર પણ બન્યા હતા.

માહી-જયએ તારાના જન્મ પહેલા આંશિક રૂપે બે બાળકોને પણ દત્તક લીધેલા છે. જો કે બંન્ને પોતાના માતા-પિતા સાથે જ રહે છે પણ તેઓના અભ્યાસ અને બાકીની જરૂરિયાતોનો ખર્ચો જય-માહી ઉઠાવે છે. બંન્ને બાળકો ખુશી અને રાજવીર છે, જેની સાથે માહી-વીજ મોટાભાગે તસ્વીરો શેર કરતા રહે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.