મોડી રાત્રે નાઈટ આઉટ માટે નીકળી જાસમીન ભસીન, મુંબઈના રસ્તા પર શોર્ટ ડ્રેસમાં મસ્તી કરતા થઈ સ્પોટ

ટીવીની સૌથી ખુબસુરત અભિનેત્રી રસ્તા પર જોર જોરથી હસતી અને મસ્તી કરતી દેખાઈ, બધાને ગમી જાય એવી ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરી- જુઓ

‘બિગબોસ 14’ની સૌથી વધુ પસંદ કરાયેલી સ્પર્ધક જાસમીન ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો તેની ક્યૂટ અદાઓનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. જાસમીન ‘બિગબોસ 14’ની સૌથી મનોરંજક અને ચર્ચિત સ્પર્ધકોમાની એક હતી. જાસમીન ચાહકો માટે સમય સમય પર સોશિયલ મીડિયા મારફતે દિલકશ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

અભિનેત્રી જાસમીન ભસીન તાજેતરમાં મોડી રાત્રે મુંબઈમાં ફરતી જોવા મળી હતી. આ દરમ્યાન જાસમીન ઓવરસાઇઝ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં જાસમીન પેપરજીઓ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ક્યારેક જાસમીન પોઝ આપતી હતી અને ક્યારેક તે મોટેથી હસતી જોવા મળી હતી. જાસમીનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે ચાહકો આ સમય દરમ્યાન અલી ગોનીને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

જાસમીન ઘરની બહાર આવ્યા પછી પણ ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળે છે. બંનેની જોડી ચાહકોને પણ ખૂબ ગમે છે. ટીવી અભિનેત્રી જાસમીન ભસીન વર્ષ 2011માં તમિલ ફિલ્મ ‘વાનમ’થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે હિન્દી શો કરતા પહેલા સાઉથની કેટલીક ફિલ્મો અને અન્ય મોડેલિંગ પ્રોજેક્ટ પણ કર્યા હતા.

પરંતુ હવે અભિનેત્રી હિન્દી ફિલ્મો કરવા માટે ઉત્સુક છે અને સારી તક શોધી પણ રહી છે. ‘બિગ બોસ 14’ પૂરું થયા પછી જાસમીન અને અલી કેટલાક મ્યુઝિક વીડિયોમાં દેખાયા હતા અને બહાર પણ ઘણીવાર સાથે જ જોવા મળતા હોય છે.

તાજેતરમાં જાસમીને એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. અલી ગોની અને જાસમીન ભસીનની જોડીને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ‘બિગબોસ 14’ દરમ્યાન બંને પ્રેક્ષકોના ચર્ચામાં પણ રહ્યા હતા. શો બાદ બંનેએ એકબીજા પ્રત્યેની લાગણી પણ વ્યક્ત કરી હતી. હવે બંને ઘણીવાર સાથે જ જોવા મળતા હોય છે. ક્યારેક લંચ ડેટ પર અને ક્યારેક પાર્ટીમાં બંને સાથે હેંગઆઉટ કરતા હોય છે.

જણાવી દઈએ કે, ‘બિગ બોસ’માંથી બહાર આવ્યા બાદ જાસમીન ભસીન બે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. બંને મ્યુઝિક વીડિયોમાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળી હતી. ‘સુટ બડા ટાઈટ’ અને ‘તુ ભી સતાયા જાયેગા’ બંને હિટ હતા.

Patel Meet