હાલમાં અયોધ્યા વિવાદ મુદ્દે દરરોજ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના 5 વકીલોની ટિમ સોમવારથી શુક્રવાર અઠવાડિયાના 5 દિવસ સુધી આ બાબતે સુણાવી કરશે. પરંતુ 9 ઓગસ્ટે કોર્ટે રામલલના વકીલને પૂછ્યું હતું કે, ભગવાન રામના વંશજ વિશ્વમાં કે આપણા દેશમાં છે ? ત્યારે વકીલે જણાવ્યું હતું કે, ભગવાન રામના વંશજ અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ મુદ્દે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભગવાન રામના વંશજ અંગે જયપુરના રાજ પરિવારનું કહેવું છે કે,’ અમે ભગવાન રામના મોટા પુત્ર કુશના નામથી જાણીતા થયેલા કચ્છવાહા કે કુશવાહા વંશના વંશજ છીએ. આ વંશજ વિશેની વાત ઇતિહાસના પેજ પર પણ નોંધાયેલી છે.
વંશજ અંગેની પુરાવા પણ જયપુરના રાજકુમારી દિયાકુમારીએ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. પુરાવા તરીકે એક પત્રાવલી રજૂ કરી હતી. આ પત્રાવલીમાં ભગવાન શ્રી રામના તમામ પૂર્વજોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પત્રવાલીમાં વંશજના 289 રૂપમાં સવાઈ જયસિંહ અને 307 રૂપમાં મહારાજ ભવાની સિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ વંશજને 9 દસ્તાવેજ અને 2 નકશા સાબિત કરે છે. કુચ્છવાહા વંશને ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પરથી જ કહેવામાં આવે છે. વંશજમાં દર્શાવ્યા મુજબ ૬૨મા વંશજ રાજા દશરથ અને ૬૩મા વંશજ શ્રીરામ તો ૬૪મા વંશજ કુશ હતા. 289માં વંશજ આમેર-જયપુરના સવાઈ જયસિંહ, ઈશ્વરી સિંહ અને સવાઈ માધો સિંહ અને પૃથ્વી સિંહ રહ્યા. ભવાની સિંહ 307માં વંશજ હતા.

વકીલે સુપ્રીમમાં દાવો કર્યો હતો કે, 1776માં નવાબ વજીર અસફ-ઉદ-દૌલાએ રાજા ભવાનીસિંહને આપેલા આદેશમાં કહ્યું હતું કે, અયોધ્યા અને અલ્હાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ નહીં કરે. સાથે જ કહ્યું હતું કે, તે હંમેશા કછવાહાના અધિકારક્ષેત્રમાં રહેશે.

જયપુરના શાહી પરિવારની પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ આ મુદ્દે કહ્યું હતું કે, જલ્દીથી રામ મંદિર વિવાદ બાબતે સમાધાન થવું જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks