બોલીવુડની ફિલ્મ આપણે સૌએ જોઈ જ હશે, આજે પણ એ ફિલ્મની ચર્ચાઓ ચારેય તરફ ફેલાયેલી છે, આ ફિલ્મના મોટાભાગના પાત્રો પણ આજે બધાને યાદ છે. જેમાં એક પાત્ર હતું સૂરમાં ભોપાલીનું, આ પાત્ર દર્શકોને ખુબ જ પસંદ પણ આવ્યું હતું.
સૂરમાં ભોપાલીના પાત્ર ઉપરાંત બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરનાર હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે મુંબઇમાં અવસાન થયું હતું. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તે જાવેદ જાફરીના પિતા હતા. જગદીપના મિત્ર નિર્માતા મહેમૂદ અલીએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ સવારે 8.30 વાગ્યે બાંદ્રાના એક મકાનમાં થયું હતું. 81 વર્ષની ઉંમરે પણ જગદીપ બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. કોરોના લોકડાઉન દરમિયાન તે ખૂબ જ નબળો પડી ગયો હતો અને છેવટે 8 જુલાઈના રોજ 6 કુટુંબીઓ અને પૌત્રો સામે પોતાનો પરિવારને છોડી ચાલ્યો ગયો હતો. જગદીપે તેના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો.

જગદીપના પિતા વકીલ હતા. જ્યારે 1947 માં દેશનું વિભાજન થયું હતું અને ત્યારે એ જ વર્ષે તેમના પિતાનું પણ અવસાન થયું હતું. એ સમયે પરિવારની હાલત ખુબ જ કફોળી બની હતી અને તેમને દર દરથી ઠોકરો ખાવા માટે પણ મજબુર થવું પડ્યું હતું. તેમનો એક ભાઈ પણ અહીં રહેતો હતો. જગદીપ મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે કંઈ જ નહોતું. બધું જ બરબાદ થઈ ગયું હતું. કોઠી,બંગલો, પૈસા બધું જ ખતમ થઇ ગયું હતું.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે: “મા યતિમાખનમાં રોટલી બનાવી હતી જેથી તે બાળકોનો ઉછેર કરી શકે અને ભણાવી શકે. પણ મરાથી મારી માતાની હાલત જોઈ ના શકાઈ. તેની માતાની મદદ કરવા માટે શાળા છોડીને મેં રસ્તા ઉપર સાબુ, કાંસકા, અને પતંગ વેચવાનું શરૂ કર્યું હતું.

બીજા એક ઇન્ટરવ્યૂમાં જગદીપે એમ પણ જણાવ્યું હતું કે “મારે જીવતા રહેવા માટે કંઈક કરવું હતું, પૈસા પણ કમાવવા હતા, પરંતુ ખોટી રીતે પૈસા કમાવવા નહોતો માંગતો એટલે જ મેં રોડ ઉપ્પર સામાન વેચવાનું નક્કી કર્યું.”

બીઆર ચોપડા “અફસાના” નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેની અંદર બાળકલાકારોની જરૂર હતી, ત્યારે એક કોન્ટ્રાકટર બાળકોને લઇ આવ્યો જેની અંદર જગદીપ પણ હતો અને આ ફિલ્મમાં કામ કરવાનું તેને એટલા માટે ગમ્યું કે રોડ ઉપર સામાન વેચીને તે રોજના 1.5 રૂપિયા કમાતો હતો જયારે “અફસાના”ના સેટ ઉપર તેને માત્ર તાળી વગાડવા માટે 3 રૂપિયા મળતા હતા.

માસ્ટર મુન્નાના નામથી તેમને ફિલ્મોમાં બાળ અભિનેતા તરીકે પોતાના કેરિયરની શરૂઆત હતી. તેમને બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બિમલ રોયની “દો બીઘા જમીન” ફિલ્મમાં તેમને સાચી ઓળખ મળી.

1957માં આવેલી ફિલ્મ “હમ પંછી એક ડાલ”માં 18 વર્ષના જગદીપના અભિનયની ખુબ પ્રસંશા થઇ, ફિલ્મમાં તેનો અભિનય જોઈને ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલા નહેરુએ પોતાનો પર્સનલ સ્ટાફ પણ થોડા દિવસ તેમની સેવામાં આપી દીધો હતો.

જગડીપીએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, છેલ્લે તે વર્ષ 2017માં અવાયેલી ફિલ્મ “મસ્તી નહિ સસ્તી”માં જોવા મળ્યા હતા, અને ગઈકાલે 81 વર્ષની ઉંમરે તેનું નિધન થયું !!!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.