મેન ઓફ ધ મેચ બન્યા બાદ જાડેજા બાપુએ પત્ની રીવાબા જાડેજાને આપી આ ખાસ અદભુત ગિફ્ટ

પિતા સાથેના વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચ એવોર્ડ ડેડિકેટ કર્યો પત્ની રિવાબાને, કહ્યુ- તેણે મારા માટે ઘણી મહેનત કરી છે…

India vs England પાંચ મેચોની સીરીઝના ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને મોહમ્મદ સિરાજે પાંચ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ જ કારણ છે કે રાજકોટમાં રમાયેલી સીરીઝની ત્રીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કરવી એટલું સરળ કામ નહોતું.

ભારત માટે પ્રથમ દાવમાં બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને ઈંગ્લેન્ડને 122 રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રવિન્દ્ર જાડેજા માટે ઘણી રીતે ખાસ છે. જાડેજા સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને બીજી ટેસ્ટમાં રમી શક્યો ન હતો. રાજકોટ ટેસ્ટ તેના માટે પુનરાગમનની કસોટી હતી અને તે તેના હોમ ગ્રાઉન્ડ પર પણ રમાઈ રહી હતી.

રાજકોટ ટેસ્ટ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાના પિતાનો એક ઈન્ટરવ્યુ ઘણો વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે લગ્ન બાદ રવિન્દ્ર જાડેજા બદલાઈ ગયો અને પત્ની રીવાબાના આવ્યા બાદ તેના પુત્ર સાથેના સંબંધો બગડી ગયા હતા. આ પછી જાડેજાએ એક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેણે કહ્યું કે આવા તમામ આરોપો ખોટા છે. આ બધી બાબતો હોવા છતાં જાડેજાના પ્રદર્શન પર કોઈ અસર પડી નહિ અને તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર વિસ્ફોટક બેટિંગ અને બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો. રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવી ત્યારે 33 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી.

રવીન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં પ્રમોશન મળ્યું અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો, જેમાં કેપ્ટન રોહિત શર્માથી લઈને શુભમન ગિલ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું છે કે મેચનો ટર્નિંગ પોઈન્ટ શું હતો. આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના મેન ઓફ ધ મેચ એવોર્ડ વિશે કહ્યું કે, ‘ટેસ્ટ મેચમાં સદી અને પાંચ વિકેટ લેવી ખાસ છે અને તમારા હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ જીતવી પણ ખાસ છે. હું આ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. તેણે મારી પાછળ માનસિક રીતે ઘણી મહેનત કરી છે અને મને ઘણો આત્મવિશ્વાસ પણ આપ્યો છે.

Shah Jina