રસોઈ

કંદોઈની દુકાન જેવા જ ટેસ્ટનો જાડા પૌવાનો ચેવડો બનાવો હવે ઘરે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….

હેલો સખીઓ, કેમ છો ? આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફોટા સાથેની  સ્ટેપ બાય સ્ટેપ રેસીપી એ પણ પૌવાનો ચેવડો બનાવવાની. તો આ દિવાળી પર જેવા તેવા તેલમાં તળેલા તૈયાર ચેવડા ચેવડા કરતાં ઘરે જ બનાવો રેસીપી જોઈને માર્કેટ જેવા જ ટેસ્ટનો સ્વાદિષ્ટ જાડા પૌવાનો ચેવડો.

સામગ્રી

  • જાડા પૌવા ૨૦૦ ગ્રામ
  • સીંગદાણા ૨ મોટી ચમચી
  • કાજુ ૨ મોટી ચમચી
  • કઢી પતા ૨ મોટી ચમચી
  • દ્રાક્ષ ૧ મોટી ચમચી
  • ખાંડ દરેલી ૧/૫ મોટી ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • આમચૂર ૧/૪ ચમચી
  • તેલ તળવા  માટે

રીત

સૌપ્રથમ જ પણ મસાલો લીધો છે એને મિક્સ કરી લો અને

પછી તેલ ને ગરમ કરવા મૂકી દો કારણ કે અપડે પૌવા ને તળવા ના છે

તેલ ગરમ થાય એટલે પૌવા ને તળી લો એક ઝરો લો ઝીણી ઝાડી વાળો એટલે સારી રીતે પૌવા તળાઈ જાય બૌ લાલ નાઈ કરવાના અને એને મોટ્ટા વાસણ માં કાળી લો

પછી સીંગદાણા ને પણ તળી લો પછી કાજુ તળી લો હલકા લાલ કલર ના થાય એટલે કાળી લો હવે પછી દ્રાક્ષ ને તળવા ની છે દ્રાક્ષ તળવી ઓપ્શનલ છે

પછી લીમડા ને પણ તળી લો બધું તળાય જાય એટલે મિક્સ કરી લો .

અને દરેલી ખાંડ અને મસાલો એડ કરી ને બધુ જ મિક્સ થાય કરી લો.

હવે જુઓ ફોટામાં દેખાય છે તેમ પૌવા, ને બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે.

પછી એમાં આલુ સેવ કે નાયલૉન સેવ એડ કરો ને ફરી હલાવો.

તૈયાર છે તમારો જાડા પૌવાનો ચેવડો. આ દિવાળી પર ગહરે મહેમાન આવે ત્યારે કોઈપણ સ્વીટ સાથે જરૂર નાસ્તામાં આપજો .

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…