‘મૂડ મૂડ કે’ ગીત રિલીઝ, ડાન્સ ફ્લોર પર મન ભરીને જુમી જૈક્લીન ફર્નાન્ડિસ, વિદેશી હીરો સાથે ખુબ જલસા કર્યા

જૈક્લીન ફર્નાન્ડિસ આગળના ઘણા સમયથી પોતાનું આવનારું ગીત ‘મૂડ મૂડ કે’ ને લીધે ચર્ચામાં બનેલી હતી, આ ગીતમાં તેની સાથે મિશેલ મોરોન પણ મુખ્ય કિરદારમાં છે. અમુક સમય પહેલા દેસી મ્યુઝિક ફાઉન્ડર અને સીઈઓ અંશુલ ગર્ગએ ‘365 ડેઝ’ના સ્ટાર મિશેલ અને જૈક્લીનના ગીત મૂડ મૂડ કે ની ઘોષણા કરી હતી.

જેની સાથે ગીતનું શાનદાર પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે તેમણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું હતું જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. સિંગર ટોની કક્કડ અને નેહાકક્કડ દ્વારા ગાવામાં આવેલા આ જોશીલા ગીતની સાથે ભારતીય મનોરંજન જગતમાં ઇટાલિયન અભિનેતા મિશેલને લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

એવામાં હવે આ ગીત રિલીઝ થઇ ચૂક્યું છે અને ચાહકોની રાહ પુરી થઇ છે. મિશેલ અને જૈક્લીને ગીતની શૂટિંગ પહેલા એક ફોટોશૂટમાં પોતાની શાનદાર કેમેસ્ટ્રી દેખાડતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે ખુબ વાયરલ થઇ હતી.આ શાનદાર વીડિયોનું નિર્દેશન મિહિર ગુલાટીએ કર્યું છે અને કોરિયોગ્રાફી શક્તિ મોહન દ્વારા કરવામાં આવેલી છે.

મિશેલે ભારતમાં મૂડ મૂડ કે દ્વારા ડેબ્યુ કર્યું છે. આ એક ફૂલ પેપ્પી પાર્ટી નંબર છે જ્યા જૈક્લીન ગેંગસ્ટરને પકડવામાં પોલીસની મદદ કરે છે જે મિશેલ દ્વારા અભિનીત છે. વીડિયોમાં બંન્નેનો  ડાન્સ ખુબ જ આકર્ષક છે, દર્શકોને પણ બંન્નેની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે અને પોત પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

ગીત રિલીઝ પર જૈક્લીનનું કહેવું છે કે,”ફાઈનલી તે અહીં છે! મિશેલની સાથે મૂડ મૂડ કે નો ઓફિશિયલ મ્યુઝિક વિડીયો દેસી મ્યુઝિક ફેક્ટ્રીના ઓફિશીયલ યુટ્યુબ પર રિલીઝ થઇ ગયો છે. આ ક્રેઝી વિડીયો જલ્દી જુઓ અને કમેન્ટમાં મને જણાવો કે તમને કયો ભાગ સૌથી વધારે પસંદ આવ્યો.” વિડીયો રિલીઝ પર નેહાએ પણ કહ્યું હતું કે,”સંગીત આપણા દેશની ઓળખ છે અને એક મોટો ભાગ છે અને જૈક્લીન સાથે મિશેલનો સમાવેશ થવો ખુબ જ અદ્દભુત છે, દરેક ગીતમાં કંઈક નવું કરવા જેવું છે અને મૂડ મૂડ કે ગીતમાં મને તે મૌકો આપ્યો જેના માટે હું ખુબજ આભારી છું. મને વિશ્વાસ છે કે આ હિટ સોન્ગ તમારા રસ્તામાં આવવનું છે.”

જૈક્લીન પાસે અન્ય ઘણા પ્રોજેક્ટ છે. આગળના દિવસોમાં તેની અટૈક અને બચ્ચન પાંડે ફિલ્મો રિલીઝ થવાની છે. તેના પહેલા તેણે સર્કસ અને રામસેતુનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. મળેલી જાણકારીના આધારે જૈક્લીન આવનારા દિવસોમાં એએલ વિજય ફિલ્મની શૂટિંગ શરૂ કરી શકે તમે છે.

Krishna Patel