ખબર

કેરળ બાદ હવે ચેન્નઈમાંથી માનવતાને શર્મસાર કરે એવી ઘટના આવી સામે, શિયાળને વિસ્ફોટક ખવડાવી કરી હત્યા

થોડા સમય પહેલા જ કેરળમાં બનેલી એક ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી હતી, કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું અને ત્યારબાદ તેની મૃત્યુ થયું હતું, હવે બીજીએ એક એવી જ ઘટના ચેન્નઈમાંથી સામે આવી છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ એક શિયાળને વિસ્ફોટક ભરેલું માંસ ખવડાવી હત્યા કરી દીધી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર તીરચી જિલ્લામાં કેટલાક લોકોએ શિયાળને વિસ્ફોટક ભરેલું માંસ ખવડાવી મારી નાખ્યું છે. આ કિસ્સામાં 12 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

Image Source

1972ના વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન પ્રમાણે શિયાળ એક સંરક્ષિત પ્રાણી છે. તેમ છતાં પણ તીરચીમાં શિયાળ સાથે આવી દ્રંદગી કરવામાં આવી, શિયાળને વિસ્ફોટક ભરેલું માંસ ખવડાવવામાં આવ્યું અને તે તેના મોઢામાં જ ફાટી જતા તેનું મૃત્યુ થયું હતું.

Author: GujjuRocks Team