ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હનીટ્રેપના મામલાઓ સામે આવે છે, જેમાં ઘણી યુવતિઓ દ્વારા યુવકો કે આધેડ કે અમીરોને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી એકલા મળવા બોલાવી તેમના કેટલાક ફોટો અને વીડિયો બનાવી લેવામાં આવે છે અને પછી તે આધારે જ તેમને બ્લેકમેઇલ કરી હજારો-લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ત્યારે આ મામલે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિ અમીરોને પોતાની જાળમાં ફસાવતી અને પછી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરતી. આ યુવતીએ મહિલાઓની સુરક્ષા માટે બનેલા કાયદાને બ્લેકમેલિંગનું માધ્યમ બનાવ્યું.
આરોપી યુવતીએ અત્યાર સુધીમાં 5 લોકો સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. તેણે જબલપુરમાં અલગ-અલગ વર્ષોમાં અલગ-અલગ જગ્યાએ બળાત્કારના કેસ દાખલ કર્યા છે.જો કે, એક યુવક દ્વારા આ મામલે ફરિયાદ કરી અને અમીરોને પોતાની જાળમાં ફસાવીને બ્લેકમેલ કરતી યુવતી સામે કોર્ટે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. જો કે હનીટ્રેપનો આ મામલો જૂનો છે પરંતુ તે હવે ફરી ખુલ્યો છે. ખાસ વાત એ છે કે કોર્ટે યુવતી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. યુવતીએ એક ખાનદાનને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ત્યારે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
યુવતીએ છેતરપિંડીથી તેની વાંધાજનક તસવીરો ખેંચી લીધી અને પછી લાખો રૂપિયા માંગવા લાગી. આનાથી કંટાળીને છોકરાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. પીડિત યુવકે કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, આ યુવતી માત્ર પૈસા પડાવવા માટે બળાત્કારનો કેસ નોંધાવે છે. મહિલાએ શહેરના અનેક હાઈપ્રોફાઈલ લોકોને પોતાની બ્યુટી જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવવા માટે બ્લેકમેલ કર્યા હતા. યુવતીએ ઘણા અમીર લોકોને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કર્યા.
કેટલાક લોકો સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ પણ નોંધાવ્યો હતો.પીડિત યુવકે કોર્ટમાં જણાવ્યું હતું કે યુવતીએ તેના લગ્નની માહિતી છુપાવી હતી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ, તેઓ લગ્ન કરે તે પહેલા જ યુવક અને તેના પરિવારને યુવતી વિશે ખબર પડી ગઈ હતી. તેણે આરોપી યુવતીને આ વિશે પૂછ્યું પણ તેણે સાચું કહેવાને બદલે ધમકીઓ આપવાનું શરૂ કર્યું. યુવતીએ યુવક અને તેના પરિવાર પર લગ્ન માટે દબાણ લાવવાનું શરૂ કર્યું. યુવતીએ પીડિતને બળાત્કાર અને અન્ય ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું.

જે બાદ યુવકે આ બધાથી કંટાળી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણી નેહા સિંહ તોમરની કોર્ટમાં ફરિયાદ રજૂ કરી. આના પર કોર્ટે મહિલા વિરુદ્ધ કલમ 389, 504, 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે સંજ્ઞાન લેવા માટે પૂરતા પુરાવા માંગ્યા હતા અને પછી આરોપો સાચા હોવાનું જણાય તો ગુનો નોંધ્યો હતો. જણાવી દઇએ કે, આ કિસ્સો એમપીના જબલપુરમાંથી સામે આવ્યો છે.