કેવી ભયાનક રીતે થયો કારનો અકસ્માત, વીડિયો જોઈ રાડ પડી જશે, મર્સિડિઝ બેન્ઝ GL નો કચરો થઇ ગયો

ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને સ્ટાર બેટ્સમેન ઋષભ પંતની મર્સિડિઝ ગાડીને દિલ્હીથી રિટર્ન આવતા એક મોટો અકસ્માત નડ્યો છે. આ ઇન્સિડન્ટનો વીડિયો એટલો ખતરનાક હતો કે જઈને તમારા મોઢામાંથી રાડ ફાટી જશે.

ફેમસ ક્રિકેટર દિલ્હી નજીક રુડકીના નારસન બોર્ડર પરથી હમ્મદપુર ઝાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આ લક્ઝુરિયસ ગાડીનો અચાનક જ ધડાકાભેર અકસ્માત થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર સાથે સૌથી પહેલા ભટકાઈ હતી અને ત્યાર બાદ રેલિંગ તોડીને કાર ઉછળી સામેની તરફ જઈ પડી હતી.

એક વીડિયો અનુસાર કાર પહેલા રેલિંગ સાથે ટકરાયા અને પછી ઉછળીને સીધા લાઈટના એક થાંભલા સાથે ભટકાઈ છે. ત્યારબાદ હવામાં જ લક્ઝુરિયસ કાર હવામાં ફંગોળાઈને સામેની સાઈડ રોડ પર જઈ પડી હતી. અહીં પણ કાર સામેની રેલિંગ સાથે અથડાઈ હતી અને પછી 100થી 150 કિમી જેટલી ઘસડાઈ હતી. આ દુર્ઘટનાના કારણે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેમસ ક્રિકેટર ઋષભ પંત મર્સિડિઝ બેન્ઝ GL ગાડી ચલાવી રહ્યો હતો. આ ગાડીમાં તે એકલો જ સવાર હતો અને તેની મર્સિડિઝ સૌથી પહેલા ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી. આને લીધે કરીએક્ટરના પગમાં ફેક્ચર થઈ ગયું હતું. પ્રાપ્ત હેવાલ મુજબ આ અકસ્માતમાં પંતને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

તેમજ પીઠના ભાગે પણ તેને ગંભીર ઈજાઓ થઈ છે. અહેવાલ મળી રહ્યા છે કે પંતની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ ખતરનાક અકસ્માત આજે શુક્રવારે વહેલી સવારે રૂડકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં થઇ હતી.

ત્યાં રહેતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હવે રિષભ પંતને અહીંથી દેહરાદૂન મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્સ્ટ મુજબ ક્રિકેટર રિષભ પંતે જણાવ્યું કે તે પોતે ગાડી ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કેરેટ કરતા અચાનક તેને ઊંઘ આવવા આવી અને આ જ કારણ હતું કે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આ ઘટના થઇ. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.

ડોક્ટરોના કહેવા મુજબ, ક્રિકેટર રિષભની હાલત સ્થિર છે. આ ઘટનામાં રિષભને ગંભીર ઈજા થઈ છે. તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર રિષભ પંત કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ. ઉત્તરાખંડના DG અશોક કુમારએ કહ્યા મુજબ, ક્રિકેટર પંત કાર ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. જયારે આ ઘટના થઇ ત્યારે પંત કારમાં એકલો હતો.

CCTV :

YC