વિશ્વના મહાન ફૂટબોલરોની યાદીમાં સામેલ ખેલાડીનું આજે વહેલી સવારે થયું નિધન, કેન્સર સામેનો જંગ હાર્યો.. મેસ્સી જેવા દિગ્ગજોએ પણ આપી શ્રધાંજલિ, જુઓ શું કહ્યું
આજે સવારથી કેટલીક દુઃખદ ખબરો દેશ અને દુનિયાને હચમચાવી રહી છે. આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાજીના અવસાનની ખબર સામે આવી હતી. જેના બાદ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ ગમખ્વાર અકસ્માત થવાની ખબર સામે આવી હતી. આ ઉપરાંત એક એવી ખબર પણ સામે આવી જેને આખી દુનિયામાં શોકનો માહોલ બનાવી દીધો.
ફિફા વર્લ્ડ કપ પછી જ વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેનું 82 વર્ષની વયે અવસાન થયું છે. કેન્સરથી પીડિત પેલે થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પેલેના અવસાન પર રમતગમત જગત અસ્વસ્થ છે. ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ત્રીજી વખત ખિતાબ અપાવનાર લિયોનેલ મેસ્સી ઉપરાંત પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ફ્રાન્સના યુવા સ્ટાર કિલિયન એમબાપ્પે સહિત અનેક દિગ્ગજોએ સોશિયલ મીડિયા દ્વારા પેલેને શ્રદ્ધાંજલિ આપી છે.
સીએ પેલે સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે. પોસ્ટમાં સ્પેનિશમાં પણ લખ્યું છે, “રેસ્ટ ઈન પેસ” ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર પેલે સાથે ફોટો શેર કર્યો છે. પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, ‘શાશ્વત રાજા પેલેને અલવિદા કહેવું આ સમયે ફૂટબોલ વિશ્વ જે પીડામાંથી પસાર થઈ રહ્યું છે તેને વ્યક્ત કરવા માટે પૂરતું નથી. જે રીતે તેમણે મારી સંભાળ લીધી તે દરેક ક્ષણમાં અમે શેર કરેલી છે. અમે અલગ રહ્યા તો પણ તે ત્યાં જ રહ્યા”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલે 82 વર્ષના હતા. તેમના નિધનની પુષ્ટિ તેમની દીકરી કેલી નાસિમેન્ટોએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. પેલે કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. તેણે કીમોથેરાપી સારવારનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પેલેને તાજેતરમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે તેમને શ્વસન સંબંધી ચેપ પણ છે. પેલેને અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે અને તે ત્રણ વખતનો વર્લ્ડ કપ વિજેતા છે.