કેવી રીતે થયો હતો ક્રિકેટર ઋષભ પંતનો અકસ્માત, પોતે જણાવી ઘટના, કહ્યુ- જોકુ આવી ગયુ અને કાર ડિવાઇડર સાથે…

‘જોકુ આવી ગયુ અને ડિવાઇડર સાથે ટકરાઇ કાર…’ ઋષભ પંતે પોતે જણાવ્યુ કેવી રીતે થયો અકસ્માત

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો આજે એટલે શુક્રવારે ભયાનક કાર અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ કારમાં ભીષણ આગ ભભૂકી નીકળી હતી. આ ઘટના શુક્રવારે વહેલી સવારે રૂડકીના ગુરુકુલ નારસન વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હવે રિષભ પંતને અહીંથી દેહરાદૂન મેક્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પંત દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો.

આ અકસ્માત બાદ રિષભ પંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે આ અકસ્માત કેવી રીતે થયો અને તે કેવી રીતે બચી ગયો. જો પંત કારમાંથી બહાર નીકળી શક્યો ન હોત અને થોડું પણ મોડુ થઇ ગયુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ શકતી હતી. કારણ કે અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ઋષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કરતી વખતે તેને જોકુ આવી ગયુ અને આ કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે કાચ તોડીને બહાર આવ્યો હતો.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના શરીરમાં કોઈ ગંભીર ઈજા નથી. તેને માથામાં ઈજા છે અને પગમાં ઇજા થઇ છે, જેના માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. તપાસ બાદ જ બાકીની ઇજાઓ જાણી શકાશે. ઋષભ પંતના કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. પંતના હોસ્પિટલમાં દાખલ થયેલા ફોટા પણ જોઈ શકાય છે. કહેવાય છે કે કાર અકસ્માત બાદ ત્યાંના લોકોએ 108ની મદદથી ઋષભ પંતને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ પહેલા ઋષભ પંતની ઈજાના કારણે શ્રીલંકા સાથેની વનડે અને ટી-20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી. તેને એનસીએમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું.

ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અકસ્માતમાં થયેલી ઈજા બાદ તે કેટલા સમયે સાજા થશે. પંતને IPLની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરવાની છે, તેથી તે IPL સુધી ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ શકશે કે કેમ તે જોવાનું રહેશે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં શ્રીલંકા સામે ઘરઆંગણે આગામી સીરીઝ રમવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઋષભ પંતને બંને સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ તેને બાકાત રાખવાનું કોઈ કારણ જણાવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina