મનોરંજન

‘મિર્ઝાપુર-2’ માં મુન્ના ત્રિપાઠીના પત્નીના રોલમાં દેખાઈ છે આ એક્ટ્રેસ, જાણો કોણ છે ?

ઘણા સમયથીજેની રાહ જોતા હતા મિર્ઝાપુરના ફેન્સ માટે આખરે તેની રાહ પુરી થઇ છે. આખરે 22 ઓક્ટોબરના રોજ સિરીઝની બીજી સીઝન રિલીઝ થઇ ગઈ છે. અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થતા ‘મિર્ઝાપુર 2’ની ચર્ચા છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

આ સિરીઝમાં શામેલ નવા પાત્રોની ઘણી ચર્ચા થઇ રહી છે. નવા રોલમાં માધુરી યાદવ સૌથી વધુ ચર્ચામાં છે. માધુરી યાદવનો રોલ ઇશા તલવાર ભજવી રહી છે. ‘મિર્ઝાપુર 2’ ની બીજી સીઝનમાં તેને મુન્ના ત્રિપાઠીની પત્ની અને યુપીના મુખ્ય પ્રધાનની ભૂમિકામાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

મિર્ઝાપુર 2 માં તેની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરનારી અભિનેત્રી ઇશા તલવાર છેલ્લા ઘણા સમયથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. ઈશાનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મી છે અને તેના પિતા વિનોદ તલવાર પણ ડાયરેક્ટર અને એક્ટર રહી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

સાડીમાં દેખાતી ઇશા ‘મિર્ઝાપુર 2’ માં ખૂબ જ સરળ લાગે છે, પરંતુ રીયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ છે. ઈશા તલવારના ઇન્સ્ટાગ્રામ પર 6.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

ઇશા તલવારનો જન્મ મુંબઇમાં થયો છે અને તે ટેરેન્સ લુઇસ ડાન્સ સ્કૂલમાંથી ઘણા ડાન્સ શીખ્યા છે જેમાં જૈજ, હિપહોપ, સાલસા શામેલ છે. ઇશા પણ ચાલીસથી વધુ જાહેરાતમાં જોવા મળી છે. ઇશા તલવારે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2012 માં મલયાલમ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને વોઇસ ટ્રેનિંગ અને લેંગ્વેજ ક્લાસ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

ઇશાની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. ઇશાએ આ પછી કેટલાક વર્ષો સુધી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા મેળવી. વર્ષ 2017 માં ફિલ્મ ટ્યુબલાઇટમાં થોડા સમય માટે પણ દેખાઈ હતી, પરંતુ વર્ષ 2018 માં તેણે સૈફ અલી ખાનની ફિલ્મ કલાકાંડીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

ત્યારબાદ ઇશા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ માં પણ જોવા મળી હતી. સંજય મિશ્રાની ફિલ્મ કામયાબ અને તાજેતરમાં જ નેટફ્લિક્સ પર રજૂ થયેલી ગિન્ની વેડ્સ સન્નીમાં વિક્રાંત મેસી અને યામી ગૌતમની સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Talwar (@talwarisha) on

ઈશાએ મિર્ઝાપુર 2 માં તેની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેની આગામી ફિલ્મોમાં રાકેશ ઓમ પ્રકાશ મહેરાની તુફાન શામેલ છે. આ ફિલ્મમાં ઇશા સાથે ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુર પણ કામ કરી રહ્યા છે.