આ સુંદર IRS અધિકારીને ટ્રેનિંગમાં જ થયો IAS ઓફિસર સાથે પ્રેમ, બંધાઈ ગઈ લગ્નના બંધનમાં, સરકારી ઓફિસરોથી ભરેલું છે આખું ઘર

આ IAS અધિકારીની લવ સ્ટોરી છે ખુબ જ ખાસ, ટ્રેનિંગમાં જ આપી બેઠા હતા IRS અધિકારીને દિલ, જુઓ પછી કેવી રીતે બંધાયા લગ્નના બંધનમાં

હાલ દેશભરમાં લગ્નનો માહોલ  ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસો સાથે સાથે સેલેબ્સના લગ્નની પણ ખબરો સામે આવતા જ ચાહકોમાં પણ ખુશી જોવા મળે છે. તો ઘણા મોટા મોટા અધિકારીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબર સામે આવી છે જેમાં IRS અધિકારીએ એક IAS ઓફિસર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા.

સિવિલ સર્વિસની તલાઈમ દરમિયાન ઘન અધિકારીઓ એકબીજાને દિલ આપી બેઠા છે અને તેમને લગ્ન પણ કર્યા છે ત્યારે આજે અમે તમને એવા જ એક IAS અને IRS ઓફિસર જોડી વિશે વાત કરી રહ્યા છીએ, જેમની વચ્ચે ટ્રેનિંગ દરમિયાન પ્રેમના અંકુર ફૂટ્યા અને પછી બંનેએ કાયમ માટે એકબીજાનો હાથ પકડી લીધો. આ છે અક્ષય લાબ્રુ અને અભિશ્રી. બંનેની લવસ્ટોરી ચર્ચામાં છે.

જમ્મુના રહેવાસી IAS અક્ષય લાબરુ અને આગ્રા, યુપીના રહેવાસી IRS અભિશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંને UPSC સિવિલ સર્વિસીસ 2017ના IAS અને IRS છે. અક્ષય લાબ્રુએ 104મો રેન્ક અને અભિશ્રીએ 297મો રેન્ક મેળવ્યો હતો. ત્રિપુરા કેડરના IAS અક્ષય લાબ્રુ જમ્મુ અને કાશ્મીરમાં માહિતી વિભાગના ડિરેક્ટર અને લેફ્ટનન્ટ ગવર્નરના સચિવાલયના અધિક સચિવ તરીકે કામ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

અક્ષય લાબ્રુએ તેનું સ્કૂલિંગ ડીપીએસ જમ્મુમાંથી કર્યું છે અને દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાં અભ્યાસ કર્યો છે. IRS અભિશ્રીએ DPS, દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યા પછી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા છે. જણાવી દઈએ કે બંને ઓફિસર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિશ્રીના પિતા જ્ઞાનેશ કુમાર 1988 બેચના IAS છે. મોટી બહેન મેધા રૂપમ અને તેમના પતિ મનીષ 2013 બેચના IAS છે. અંકલ મનીષ 1991 બેચના IAS છે. કાકા ઉપેન્દ્ર જૈન 1991 બેચના આઈપીએસ છે. પિતરાઈ ભાઈ આશુ કુમાર આઈપીએસ છે અને તેમની પત્ની રુચિકા એમપી કેડરમાંથી આઈએએસ છે.

Niraj Patel