પ્રી વેડિંગ ફંક્શનની તસવીરોમાં મોંમાં સિગારેટ દબાવી સ્વેગ બતાવતી જોવા મળી આમિર ખાનની લાડલી આયરા, લોકોએ કરી દીધી ભયંકર ટ્રોલ

લગ્નની તસવીરોમાં સિગારેટ પીતી જોવા મળી આમિર ખાનની લાડલી આયરા, લોકોએ સંભળાવી ખરી-ખોટી

આમિર ખાનની લાડલી આયરા ખાને હાલમાં જ તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે લગ્ન કર્યા છે. આયરા સતત તેના લગ્નના ફંક્શન્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આયરાએ નૂપુર શિખરે સાથે 3 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા અને તે બાદ ઉદયપુરમાં ડેસ્ટિનેશનલ વેડિંગ થયા.

7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ઉદયપુરમાં ફંક્શન્સ ચાલ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલા રહ્યા. ત્યારે હવે આયરાએ પ્રી વેડિંગ ફંક્શન્સની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તે સિગારેટ મોંમાં દબાયેલી જોવા મળી રહી છે, જેને કારણે તે ટ્રોલ થઇ રહી છે.

આયરાએ પોતે આ તસવીર તેના ઓફિશિયલ ઇન્સ્ટા પર શેર કરી છે અને આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- ‘પ્રી વેડિંગ થિંગ્સ.’ સિગારેટવાળી આ તસવીર જોઈ ટ્રોલર્સ ગુસ્સે થઈ ગયા અને આયરાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. એકે લખ્યું- ‘આટલી બેશરમી પર તો આમિર ખાનની દીકરી જ ઉતરી શકે, જે દેરૂ પાર્ટીની તસવીર પણ શેર કરી શકે છે.

અન્ય યુઝરે લખ્યું- ‘આ બધું જ કરીશ.’ અન્ય એકે લખ્યું- ‘સિગારેટને પ્રોત્સાહન ન આપો.’ બીજા એકે લખ્યું- તમે લોકોને છેલ્લી તસવીર કેમ બતાવી? તમારી સારી આદતોને કારણે તેઓ તમને ફોલો કરે છે, તમારી ઇમેજ બગાડો નહીં.

જણાવી દઇએ કે, આયરા ખાને 3 જાન્યુઆરીએ નૂપુર સાથે કોર્ટ મેરેજ બાદ 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા. ત્યારબાદ 13 જાન્યુઆરીએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાયુ. આ દરમિયાન આમિર ખાને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સને આમંત્રિત કર્યા હતા.

ખાસ વાત એ છે કે મુંબઈમાં કોર્ટ મેરેજ હોય ​​કે ઉદયપુરમાં દીકરીના લગ્ન હોય. આ બંને પ્રસંગે આમિર તેની પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથે જોવા મળ્યો હતો.

Shah Jina