INDIGOની ફ્લાઇટ થઇ લેટ તો પેસેન્જરને રનવે પર જમીન પર બેસી ખાવું પડ્યુ ખાવાનું- એરલાઇનને આપવી પડી સ્પષ્ટતા- જુઓ વીડિયો

ઇન્ડિગોની લાપરવાહી, પેસેન્જર્સની હાલત ખરાબ, આવી રીતે ડિનર કરવા થયા મજબૂર- વીડિયો

પેસેન્જર્સે રનવે પર કર્યુ ડિનર, મુંબઇ એરપોર્ટ- ઇન્ડિગોને નોટિસ- પેસેન્જર્સની સુવિધા માટે દિલ્લી સહિત 6 મેટ્રો એરપોર્ટ્સ પર વોર રૂમ બનશે

ઈન્ડિગોની ફ્લાઈટના કો-પાઈલટ પર ટેક-ઓફમાં વિલંબ થવાને લઈને પેસેન્જરે હુમલો કર્યાની ક્લિપ વાયરલ થયાના કલાકો બાદ, સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો. જેમાં રનવે પર પેસેન્જર્સને જમતા જોઈ શકાય છે. જણાવી દઈએ કે આ પેસેન્જર્સની ફ્લાઈટ પહેલા કલાકો મોડી પડી અને પછી તેને બાદમાં ડાયવર્ટ કરવામાં આવી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો કે 18 કલાક ફ્લાઇટ મોડી પડી હતી, જેને બાદમાં મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોના આ વર્તનથી મુસાફરોમાં ભારે ગુસ્સો હતો અને 6E2195ના મુસાફરોએ આરામ કરવા અને રાત્રિભોજન માટે ઈન્ડિગો વિમાનની બાજુમાં જ બેસવાનું નક્કી કર્યું.

પેસેન્જર્સે રનવે પર કર્યુ ડિનર

ટ્વિટર પર શેર કરવામાં આવેલા અલગ-અલગ વિડિયોમાં કેટલાક મુસાફરો રન વે પર આરામ કરતા અને ડિનર લેતા જોઇ શકાય છે. ફ્લાઈટ ગોવાથી 14 જાન્યુઆરીના રોજ સવારે 9:15 વાગ્યે ઉપડી દિલ્હી પહોંચવાની હતી. જે ​​સાંજે ટેકઓફ થઈ અને 15 જાન્યુઆરી (સોમવાર)ના રોજ સવારે 5:12 વાગ્યે મુંબઈમાં લેન્ડ થઈ. આ મામલે સ્થાનિક મીડિયા પર ઈન્ડિગોની ઘણી ટીકા થઈ રહી હોવાથી ઈન્ડિગોએ તેનું સ્પષ્ટીકરણ જારી કર્યું છે. સ્પષ્ટીકરણમાં ઈન્ડિગોએ લખ્યું કે, આ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારો હેતુ અમારા મુસાફરોની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. યોજનાઓમાં વિક્ષેપ પાડવાનો ક્યારેય કોઈ ઈરાદો નથી.

INDIGOની ફ્લાઇટ કલાકો લેટ

જો કે, કેટલીકવાર કેટલાક ઓપરેશનલ કારણોસર, આવા વિલંબ એરલાઈનના નિયંત્રણની બહાર હોય છે. અમે તમારી પ્રતિક્ષામાં છીએ. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે મોડી રાત્રે બંને ઘટનાઓ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉડ્ડયન મંત્રીએ મુંબઈની ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે- ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પરિસ્થિતિનો અંદાજ લગાવી શક્યા નથી. એરપોર્ટ અને એરલાઈન્સ મેનેજમેન્ટે એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળતા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બીજી તરફ નાગરિક મંત્રાલયે મુસાફરોને પડતી અસુવિધાને ધ્યાનમાં રાખીને એસઓપી જારી કરી છે. આ મુજબ મુસાફરોની સુવિધા માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતા મેટ્રો એરપોર્ટ પર વોર રૂમ બનાવવામાં આવશે. કોઈપણ ઘટનાની ત્રણ વખત રીપોર્ટિંગ કરવી પડશે. CISFની 24×7 હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે.

Shah Jina