ફર્જી MMS મામલે અંજલી અરોરાનું એક્શન, હવે રડશે ફેલાવવા વાળી યૂટયૂબ ચેનલ
‘કાચા બદામ’ ફેમ અંજલી અરોરાએ લીક MMS મામલે દાખલ કરાવી FIR, કહ્યુ- પરિવાર થયો શર્મિંદા
સોશિયલ મીડિયા સ્ટાર અંજલી અરોરાએ તે યૂટયૂબ ચેનલ્સ અને મીડિયા પોર્ટલ્સ વિરૂદ માનહાનીનો કેસ કર્યો છે, જે એક કથિત અશ્લીલ વીડિયોને તેની સાથે જોડી નામ ખરાબ કરી રહ્યા હતા. ‘કાચા બદામ’ ગીત પર ડાન્સ કરી ફેમસ થયેલી અંજલિ અરોરા રિયાલિટી શો ‘લોકઅપ સીઝન 1’માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શો દ્વારા વધુ લોકો અંજલિને ઓળખતા થયા. તેને નાની ઉંમરમાં જ એટલી પ્રસિદ્ધિ મળી કે જેને મેળવવામાં કેટલાકને વર્ષો લાગી જાય છે.
ફર્જી MMS મામલે અંજલી અરોરાએ લીધું એક્શન
જો કે, વર્ષ 2022માં તેનો એક MMS ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં દેખાતી છોકરી અંજલિ છે. જો કે, તેણે આ વાતને નકારી કાઢી હતી અને વીડિયોને ફેક ગણાવ્યો હતો. તેણે કહ્યું હતુ કે વીડિયોમાં દેખાતી છોકરી કોઈ બીજી છે. ત્યારે હવે તેણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અંજલિ અરોરાએ આ મામલે પ્રકાશન અને મીડિયા હાઉસ તેમજ YouTube પ્રભાવકો સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે.
ઈમેજ ખરાબ કરવાનો લગાવ્યો આરોપ
તેણે આરોપ લગાવ્યો કે સોશિયલ મીડિયા પર તેની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અંજલિ વતી આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરની કોપી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંજલી અરોરા મોડલ, ઇન્ફ્લુએન્સર અને એક્ટર છે. તે વર્ષ 2021માં પંજાબી સિંગર કાકાના ગીત ‘ટેમ્પરરી પ્યાર’માં જોવા મળી હતી. જેના 421 મિલિયનથી પણ વધુ વ્યૂઝ છે. બાદમાં તે ‘લોકઅપ’ શોથી ફેમસ થઈ ગઈ.
સોશિયલ મીડિયા પર લાખો-કરોડો ફોલોઅર્સ
અંજલિ અરોરાના યૂટયૂબ પર 6 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યાં તે તેના અંગત જીવન સાથે સંબંધિત વ્લોગ્સ શેર કરે છે. ફેસબુક પર તેના 15 લાખ ફોલોઅર્સ છે પરંતુ રીયલ ફેન ફોલોઈંગની દુનિયા ઈન્સ્ટાગ્રામ પર છે જ્યાં તેના 1 કરોડ 32 લાખથી વધુ ફોલોઅર્સ છે અને દરેક વીડિયોમાં લાખો વ્યૂઝ આવે છે.
View this post on Instagram