ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે અવાર નવાર તેના ગીતોને કારણે અને તેના અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહે છે. જો કે, આ વખતે તેની ચર્ચાનું કારણ છે તેનું ‘ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં’ ગીત.. ગીતના કોપિરાઇટ વિવાદ બાદ સિવિલ કોર્ટે કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકાર્યો છે.
કિંજલ દવેને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ
કિંજલ દવે સામે અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતનો જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મેળવ્યા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ કોર્ટે કિંજલને 7 દિવસમાં 1 લાખ અરજદારને ચૂકવવા આદેશ કર્યો છે. જો તે આ દિવસમાં રકમ ભરપાઈ નહિ કરે તો તેને 7 દિવસની સાદી કેદ થઈ શકે છે.
અદાલતના હુકમની કરી અવગણના
ચાર ચાર બંગડીવાળી ગીતના કોપીરાઈટ વિવાદમાં કિંજલને લાઇવ, પબ્લીક ડોમેઈન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પહેલા સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હતો અને તેમ છત્તાં આ નવરાત્રિમાં તેણે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા સહિતના લાઇવ પરફોર્મન્સ તેમજ યુટયુબ અને પબ્લિક ડોમેઇનમાં ગાતાં તેની વિરૂધ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ વાદી રેડ રીબન એન્ટરટેઇમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે કોર્ટે તેને સબક સમાન એક લાખનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે 1 ઓક્ટોબર 2022ના રોજ કિંજલ દવેને આ ગીત કોઇપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હતો અને આ હુકમ છતાં તેણે અદાલતના હુકમની અવગણના કરી આ ગીત ગાઇ કોર્ટેનો તિરસ્કાર કર્યો અને તે માટે તેને સબક સમાન એક લાખનો દંડ સિવિલ કોર્ટે ફટકાર્યો છે.