પ્લેનમાં જોવા મળી ગરમા-ગરમી, IndiGoની ફ્લાઇટ લેટ થતા હનીમુન પર જઇ રહેલ યુવકને આવ્યો ગુસ્સો અને પાયલટને મારી દીધો મુક્કો- વીડિયો થયો વાયરલ

પાયલટને પેસેન્જરે માર્યો મુક્કો : 13 કલાક મોડુ થવા પર હતો નારાજ, DGCAની SOP- 3 કલાકથી વધારે મોડુ થયુ તો ફ્લાઇટ કેન્સલ કરી શકો છો

હનીમુન મનાવવા જઇ રહ્યો હતો ગોવા, જાણો ઇન્ડિગોના પાયલટ પર હાથ ઉઠાવનાર વ્યક્તિ કોણ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સોમવારે ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે ફ્લાઇટ વિલંબના કિસ્સામાં નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જારી કરી હતી. આ મુજબ, જો કોઈ ફ્લાઈટ 3 કલાકથી વધુ મોડી થાય છે તો તેને રદ કરવી પડશે. ફ્લાઇટના વિલંબ અંગે મુસાફરોને રીઅલ ટાઇમ અપડેટ્સ આપવાના રહેશે.

હનીમુન પર જઇ રહેલ યુવકે પાયલટને માર્યો મુક્કો

તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને નવી SOP જારી કરવામાં આવી હતી. રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર એક મુસાફરે ઈન્ડિગો ફ્લાઈટના પાયલટને થપ્પડ મારી હતી. ફ્લાઇટ 13 કલાક લેટ હોવા પર પેસેન્જર ગુસ્સે હતો અને તેણે પાયલટને મુક્કો માર્યો હતો. પાયલટ પર હાથ ઉપાડવાની ઘટના રવિવારે બપોરે બની હતી.

13 કલાક લેટ હતી ફ્લાઇટ

આ દિવસે એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ હોવાને કારણે સવારે 5 થી 10 વાગ્યા સુધી એરપોર્ટ પર વિઝિબિલિટી લેવલ શૂન્ય હતું. જેના કારણે 400થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. સાહિલ કટારિયા નામના યુવકની ફ્લાઈટ પણ ઘણી મોડી હતી. તે પત્ની સાથે હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો. તેની ફ્લાઈટ સવારે 7:40 વાગ્યે ટેક ઓફ થવાની હતી પરંતુ બપોરે 3 વાગ્યા સુધી ટેક ઓફ થઈ ન હતી. આ પછી ગુસ્સે ભરાયેલા સાહિલે કો-પાયલટ અનુપ કુમારને થપ્પડ મારી દીધી.

સાહિલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને તરત જ જામીન પણ મળી ગયા હતા. તેને નો-ફ્લાય લિસ્ટમાં રાખવામાં આવ્યો નથી પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે તેને કાયમ માટે નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવવો જોઇએ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીળા જેકેટમાં સાહિલ પાયલટને મારતો જોવા મળી રહ્યો છે.

Shah Jina