કૌશલ બારડ રસપ્રદ વાતો લેખકની કલમે

મહારાણા પ્રતાપ વિશેની આ માહિતી વાંચીને લોકો મોંમાં આંગળાં નાખી જાય છે!

મહારાણા પ્રતાપ વિશે આપણે ભલે પાઠ્યપુસ્તકોમાં ઉપયુક્ત કહી શકાય એટલી માહિતી મેળવી નથી પણ ઇન્ટરનેટના આ યુગમાં તેમનાં વિશે ઘણા લોકો જાણતા થયા છે. ભારત પર મુગલ શાસનનો સૌથી તાકતવર યુગ અકબરના સમયે ચાલતો હતો. દક્ષિણના અમુક હિસ્સાને બાદ કરતા લગભગ ભારત પર મુગલોનું રાજ હતું. એ વખતે રાજસ્થાનની ભૂમિ પર મહારાણા પ્રતાપે અકબરના સામ્રાજ્યની તુલનામાં ઘણું નાનું કહી શકાય તેવું, પોતાનું ‘મેવાડ’ રાજ્ય સ્વાધિન રહી શકે તે માટે જંગ છેડ્યો હતો.

Image Source

જીવનના છેલ્લા શ્વાસ સુધી સિસોદિયા વંશનો આ ક્ષત્રિય અકબરને શરણે ના ગયો. કદી હાર ન સ્વીકારી. રાજધાની ઉદયપુર ગુમાવી તો અરવલ્લીના પહાડોમાં રખડીને, પથ્થરનાં ઓશિકા કરીને, કંદમૂળ ખાઈને પણ મહારાણા પ્રતાપે સ્વાધિનતાનો જંગ ચાલુ રાખ્યો હતો. ઘણીવાર મહારાણા પ્રતાપના ઘોડાની, એમના ભાલાની, ઢાલની અને બખ્તરની વાતો થતી હોય છે. અમુક હક્કીકત તો એવી પણ છે કે જે ખરેખર આશ્વર્યજનક છે. મહારાણા પ્રતાપના જીવન સબંધી અહીં એવી જ કેટલીક હક્કીકતો દર્શાવી છે :

Image Source
 1. મહારાણા પ્રતાપની ‘હાઇટ’ ૭ ફીટ અને ૫ ઇંચ જેટલી હતી. જંગલોમાં જ રહીને અને અનેક મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનાં પહાડી દેહનું વજન લગભગ ૧૧૦ કિલો જેટલું હતું! આજની પેઢીને આ વાત માનવામાં નહી આવે પણ આ હક્કીકત છે.
 2. મહારાણા પ્રતાપની તસ્વીરોમાં આપણે તેમના હાથમાં ભાલો જોયેલો છે. આ ભાલાનું વજન ૮૧ કિલો હતું, ૪ મણ કરતા પણ વધારે! તેઓ આ ચાર મણના ભાલાને હાથમાં લાકડીની જેમ રમાડી શકતા! આ ઉપરાંત, મહારાણા પ્રતાપ છાતીના રક્ષણ માટે જે બખ્તર પહેરતા તે ૭૨ કિલો વજનનું હતું.

  Image Source
 3. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન લગભગ ૨૦૮ કિલો જેટલું થતું. કહો કે અડધી ખાંડી! આટલું વજન શરીર પર ધારણ કરીને મહારાણા પ્રતાપ દુશ્મનોની વચ્ચે સ્ફૂર્તિપૂર્વક લડી શકતા, પહાડીઓ પરથી કૂદકો મારી શકતા કે ઘોડો કૂદાવી શકતા! ઘડીભર વિચાર કરો, કે તમે ૧૦ કિલો વજન ઉપાડીને કેટલું ચાલી શકો છો?
 4. મહારાણા પ્રતાપની ભેટમાં હંમેશા એક કરતા વધારે તલવારો રહેતી. આનું એક કારણ એ પણ જણાવવામાં આવે છે, કે રખે ને ક્યાંક યુદ્વની પરિસ્થિતી ઉત્પન્ન થાય અને દુશ્મન નિહત્થો હોય તો તેમને તેઓ એક તલવાર આપી દેતા!
 5. મહારાણા પ્રતાપનું યુદ્ધ-કૌશલ્ય અને સ્ફૂર્તિ ગજબની હતી. હલ્દીઘાટીનાં બહુચર્ચિત યુદ્ધમાં તેમણે મુગલોના સેનાપતિ બહલોલ ખાનનો વધ કરેલો તે ઘટના આજે પણ લોકોને આશ્વર્યમાં મૂકી દે છે. તલવારના એક જ ઝાટકે પ્રતાપે બહલોલ ખાનને તેના ઘોડા સમેત બે ભાગમાં ચીરી નાખ્યો હતો!

  Image Source
 6. મહારાણા પ્રતાપની વાત નીકળે અને નામ ચેતકનું ના આવે એવું બનતું નથી. વિશ્વભરમાં માનવ-પશુના પ્રેમનું જ્વલંત ઉદાહરણ આજે પણ મહારાણા પ્રતાપ અને તેમના કુળવાન અશ્વ ચેતકનું આપવામાં આવે છે. મુગલોની સેના એકલા પ્રતાપની પાછળ પડી હતી ત્યારે ચેતક ૨૨ ફીટનું નાળું એક જ છલાંગે ઠેકી ગયેલો! ભારતના ઇતિહાસમાં આ એક વિરલ ઘટના હતી. ૨૨ ફુટનું અંતર કેટલું થાય? અંદાજ લગાવી જોજો. સાથે એ પણ ના ભૂલશો કે ચેતક ઉપર ૧૦૮ કિલો વજનનો મહારાણા પ્રતાપનો પહાડી દેહ હતો અને બીજું ૨૦૮ કિલો વજન મહારાણાનાં શરીર પર રહેલાં હથિયારોનું હતું!
 7. આ બજરંગ છલાંગ લગાવીને ચેતકે મહારાણાને બચાવી તો લીધા, કેમ કે મુગલોનાં ઘોડાં ચેતક જેટલાં પાણીદાર નહોતાં. પણ એ પછી ચેતક ઊભો ના થઈ શક્યો. નાળું કૂદાવીને, મહારાણાને સહીસલામત પહોંચાડીને ચેતક ઢળી પડ્યો. એના અંતિમસમયે ભારત આજે પણ ઐતિહાસિક મર્દોની યાદીમાં જેનું નામ મોખરે મૂકે છે એ મહારાણા પ્રતાપ બાળકની જેમ રડ્યા હતા!

  Image Source
 8. મહારાણા પ્રતાપ સામે અકબર પ્રત્યક્ષ રીતે કદી લડવા નહોતો આવ્યો. કહેવાય છે, કે અકબર પોતે પણ મહારાણાથી કાંપતો હતો! હલ્દીઘાટીના યુદ્ધમાં તેણે માનસિંહ અને સલીમ(જહાંગીર)ને સેનાપતિ તરીકે મોકલ્યા હતા. યુદ્ધમાં એક સમયે જહાંગીરનો હાથી મહારાણા પ્રતાપની નજીક આવી ગયેલો. વીજળીક ઝડપે ચેતકે હાથીનાં કુંભાસ્થળ પર પોતાના આગલા બે પગ ટેકવી દીધેલા અને એ જ વખતે પ્રતાપે હાથમાં રહેલા ૧૦૮ કિલોના ભાલાનો છૂટ્ટો ઘા સલીમ તરફ કરેલો. પણ સહેજમાત્રના અંતરને લીધે ભાલો ચૂકી ગયો અને જહાંગીર બચી ગયો. કદાચ એ ભાલો જહાંગીરને અડક્યો હોત તો એ ફરી ઊભો થવા ન પામત. એવું બન્યું હોત તો ભારતમાં અંગ્રેજોનો પગપેસારો કદાચ ના પણ થયો હોત! કેમ કે, આગળ જતા જહાંગીર દિલ્હીના તખ્ત પર આવ્યો અને અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી પણ તેમણે જ આપેલી!

  Image Source

આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. મહારાણા પ્રતાપ વિશેની આ રોચક અને અજાણી માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવશો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.