ખબર

મોટાપાથી પરેશાન થઇ રહેલી ઇન્સ્ટાગ્રામ સ્ટારે પોતાની જાતને એટલી પાતળી કરી નાખી કે થઇ ગયું મૃત્યુ

આજે મોટાભાગના લોકો મોટાપાની સમસ્યાથી પીડાય છે. મોટાપાને ઓછો કરવા માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારના નુસખા પણ અપનાવે છે, પરંતુ ઘણીવાર તે જીવલેણ પણ સાબિત થતા હોય છે. એવું જ કંઈક બન્યું છે જર્મનીની ઇન્સ્ટાગ્રામ સ્ટાર જોસી મારિયા સાથે. જે ફક્ત 24 વર્ષની જ હતી.

 

View this post on Instagram

 

A post shared by Josi Maria ♡ (@josimariaxx)

જોસી મારિયા માનસિક બીમારીઓ માટે સોશિયલ મીડિયા ઉપર ખુલીને વાત કરવા માટે જાણીતી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જોસી પોતાના મિત્ર સાથે ગ્રેન કેનેરીયામાં રજાઓ મનાવવા માટે ગઈ હતી. જ્યાં હાર્ટ ફેલ થવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Josi Maria ♡ (@josimariaxx)


સોશિયલ મીડિયા સ્ટાર જોસી મારિયા પોતાની તસવીરો અને ખુબ જ લીન બોડીને લઈને પણ ચર્ચામાં રહેતી હતી. તેના ઇન્સટાગ્રામ ઉપર એક લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે. તે એનોરેક્સિયા નામની બીમારીથી પીડાઈ રહી હતી અને આ બીમારીએ જ તેનો જીવ લઇ લીધો.

Image Source

જોસીએ મરતા પહેલા પણ કહ્યું હતું કે તે આ બીમારીથી પોતાની જિંદગી ખોવા નથી માંગતી. તેને કહ્યું હતું કે એનોરેક્સિયામાં 10માંથી 1 વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે અને તે એ વ્યક્તિ નથી બનવા માંગતી, પરંતુ તેને બચાવી ના શકાઈ.જોસીએ થોડા સમય પહેલા જ પોતાની એક તસ્વીર  શેર કરી અને એનોરેક્સિયાથી પોતાની લડાઈ વિશે ચાહકોને જણાવ્યું હતું. જોસીએ જિમમાંથી આ તસ્વીરને શેર કરી હતી અને કહ્યું હતું કે હું આ તસ્વીરને એટલા માટે પોસ્ટ નથી કરી રહી કે લોકો મારી જેમ દેખાય.

 

View this post on Instagram

 

A post shared by Josi Maria ♡ (@josimariaxx)

જોસીએ પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે, “હું આ તસ્વીરને એટલા માટે પોસ્ટ કરી રહી છું કે હું જણાવવા માંગુ છું કે હું એનોરેક્સિયા સાથે સતત સંઘર્ષ કરી રહી છું અને મારો આ સંઘર્ષ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. હું એ પણ કહેવા માંગુ છું કે આપણે ભલે ગમે તેવા દેખાઈએ, આપણે પોતાને છુપાવવાની જરૂર નથી. પછી ભલે આપણે કોઈપણ સાઈકોલોજિકલ સમસ્યાથી કેમના પસાર થઇ રહ્યા હોઈએ અને આપણે આપણા સપનાને સાકાર કરવા માટે સતત મહેનત કરવી જોઈએ.”

Image Source

જોસી પોતાના મિત્ર વંજા રસોવા સાથે ફરવા માટે ગઈ હતી. 18 વર્ષીય વંજાએ જર્મન અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે જોસીએ પોતાની ફલાઇટ પહેલા 2 કફ કોફી પીધી હતી. પરંતુ તેને બે દિવસથી કઈ ખાધું નહોતું. રિપોર્ટ પ્રમાણે જોશી પોતાના મિત્રની બાહોમાં જ દમ તોડી દીધો હતો. જોસીના નિધનથી તેની માતા પણ ખુબ જ દુઃખી છે. તેમને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ દરમિયાન પોતાની દીકરીને ફાઈટર ગણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Josi Maria ♡ (@josimariaxx)

ઉલ્લેખનીય છે કે એનોરેક્સિયા એક ગંભીર માનસિક બીમારી છે. જેમાં વ્યક્તિ પોતાના ખાવાને ખુબ જ લિમિટમાં કરી દે છે કારણ કે તે વ્યક્તિને મોટાપાને લઈને ખુબ જ તણાવ થતો હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જે આ ડરથી બચવા માટે ખુબ જ કસરત પણ કરતા હોય છે અને પોતાની જાતને નુકશાન પહોચાવે છે. જો આ બીમારીનું સમાધાન ના કરવામાં આવ્યું તો ઘણા લોકો ડિપ્રેશન અને પાતળાપણાનો શિકાર બની શકે છે. કેટલાક મામલામાં લોકો હૃદયના રોગોનો પણ શિકાર બની જાય છે.