ખબર

સાવધાન : ધ્યાનથી જુઓ આ મહિલાઓને, ક્યાંક તમે પણ આના શિકાર તો નથી, પોલિસની મહેમાન છે હવે આ મા-દીકરી

સંસ્કારી બનીને આ મહિલાઓ પહેલા મીઠી-મીઠી વાતો કરે પછી 90 લાખ રૂપિયા…માં અને દીકરી થઇ ગઈ જેલ ભેગી, સ્ટોરી વાંચીને ધિક્કારશો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકો કે આધેડને ફસાવી તેમને બ્લેકમેઇલ કરી પછી પૈસા પડાવવામાં આવતા હોય છે, જો કે આવા મામલાઓ પોલિસ સામે આવતા તેઓ આરોપીઓને ઝડપી પણ લેતી હોય છે. ત્યારે હાલમાં યુવકોને હનીટ્રેપમાં ફસાવનાર એક મા-દીકરીની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મા-દીકરીએ હનીટ્રેપની જાળ ફેલાવી 6 યુવકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને તેમના પાસેથી લગભગ 90 લાખ રૂપિયા વસૂલ્યા હતા.

સાથે જ બંનેએ આ યુવકો વિરૂદ્ધ ઇન્દોરના અલગ અલગ પોસિ સ્ટેશનમાં ફર્જી એટલે કે નકલી કેસ દાખલ કરાવ્યા હતા. પોલીસ તપાસમાં મામલો ખોટો હોવાનું બહાર આવતાં પોલીસે માતા-પુત્રી બંને સામે બ્લેકમેઈલિંગ સહિતનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. મા-દીકરીએ એક-બે નહીં, પરંતુ 6 યુવાનોનું જીવન બરબાદ કર્યું. તેમની સામે ગેંગરેપનો ખોટો આરોપ લગાવીને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેણે ફરીથી અન્ય યુવકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો

ત્યારે તેની હોશિયારી અહીં કામ ન આવી અને તેના કારનામાને કારણે આજે મા-દીકરી જેલના સળિયા પાછળ છે. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપી સંગીતા અને તેની પુત્રી અંજલિએ પીડિત મયુર વર્મા, આકાશ વર્મા, વિનોદ રાઠોડ, સોનુ આર્ય, અંકુર, આશિષ ચૌહાણ પર મહિલાને નશો આપીને બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો.આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી. આ યુવકો સામે મા-દીકરીએ જે જાળ વણી હતી તે જાળમાં તે પોતે પણ ફસાઈ ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. જેના પરથી જાણવા મળ્યું કે બ્લેકમેઇલ કરીને બરાત્કારના ખોટા કેસમાં ફસાવી આ માતા-પુત્રીએ અનેક લોકો સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ખોટા કેસ કર્યા હતા અને બંનેએ આશરે રૂ. 90 લાખ એકત્ર કર્યા હતા. હાલ આ બંને માતા-પુત્રી પોલીસની કસ્ટડીમાં છે.પોલીસ વધુ કેસની તપાસમાં વ્યસ્ત છે.