ઇન્ડિયન ક્રિકેટ ટીમના એ 5 પ્લેયર જેમની પાસે છે ખુબ જ વૈભશાળી ઘર, જુઓ ઘરની ઝલક

ભગવાને શું નસીબ આપ્યું છે…!!! જરાક એક નજર આપણા ફેવરિટ ક્રિકેટરના ઘર પર પણ લગાવી લો, જોતા રહી જશો

ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. ઇન્ડિયન ક્રિકેટર્સ સંપત્તિના બાબતે અન્ય દેશના ખિલાડી કરતા ઘણા આગળ છે. કારણકે BCCI સૌથી પૈસાવાળું ક્રિકેટ બોર્ડ છે અને ઇન્ડિયન પ્લેયર્સને વાર્ષિક કરોડો અને એક મેચ માટે લાખો રૂપિયા આપતા હોય છે. તેના લીધે જ ઇન્ડિયન ક્રિકેટર્સ ધનવાન હોવાની સાથે ખુબ જ વૈભવશાળી લાઈફ જીવતા હોય છે. આજે અમે જણાવીશું એવા 5 ભારતીય પ્લેયર્સ વિશે જેમના ઘર 5 સ્ટાર હોટેલને પણ ટક્કર આપે છે.

1. સુરેશ રૈના : સુરેશ રૈનાનો આલીશાન બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજ નગરમાં આવેલો છે. ગાઝિયાબાદ સિવાય રૈનાના દિલ્હી અને લખનૌમાં પણ ઘર છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ છે જે જોવામાં ઘણું લક્ઝરી છે.

2. સચિન તેંડુલકર : સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. સચિન પોતાની જાતને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. બાંદ્રામાં સચિન તેંડુલકરનો ખુબ જ મોટો બંગલો છે જે 6000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે.  સચિન તેંડુલકરે આ બંગલો 2007માં લીધો હતો તેની સાથે જ આ બંગલો 1926માં બનાવવામાં આવ્યો હતો અને તેનું નામ ‘દોરાબ વિલા’ રાખવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર સચિન તેંડુલકરના આ બંગલાની કિંમત 39 કરોડ રૂપિયા છે.

3. યુવરાજ સિંહનો વર્લી એપાર્ટમેન્ટ : યુવરાજ સિંહ જે ઘરમાં રહે છે તે લગભગ 64 કરોડ રૂપિયાનું છે. યુવરાજ સિંહને સારા બેટ્સમેનના લિસ્ટમાં રાખવામાં આવે છે. જણાવી દઈએ કે આ બંગલાને ‘ફેશન આઇકન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. યુવરાજ સિંહનું એપાર્ટમેન્ટ ઓમકાર ટાવર્સ 1973માં 29માં ફ્લોર પર છે. યુવરાજ સિંહના ઘરના એપાર્મેન્ટની મોટી બારીમાંથી અરબ સાગરના કેટલાક સુંદર દ્રશ્યો પણ જોઈ શકાય છે. દીલચપ્સ વાત એ છે કે તે જ ટાવરમાં વિરાટ કોહલી પણ એક એપાર્ટમેન્ટના માલિક છે.

4. હાર્દિક પંડ્યા : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ અને દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. આ કારણે તેની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. પંડ્યા પાસે વડોદરામાં 6000 ચોરસ ફૂટનું પેન્ટ હાઉસ છે. તેમના આ ઘરની કિંમત 3.6 કરોડ જણાવવામાં આવી રહી છે.

5. રવીન્દ્ર જાડેજા : રવિન્દ્ર જાડેજા ગ્રાઉન્ડ પર તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જ નહીં પરંતુ જામનગરમાં તેના 4 માળના બંગલાને કારણે પણ ચર્ચામાં છે. વિશાળ દરવાજા અને જૂના કિંમતી ફર્નિચર અને ઝુમ્મર સાથે જાડેજાનો બંગલો દેખાવમાં કોઈ શાહી મહેલથી ઓછો નથી. તેમના આ ઘરની કિંમત 10 કરોડ જણાવવામાં આવી રહી છે.

6. વિરાટ કોહલીનો ગુરુગ્રમમાં સ્થિત બગલો : 80 કરોડ રૂપિયાથી બનેલ તેમના મોંઘા ઘરમાં વિરાટ કોહલી ક્રિકેટરોમાં સૌથી મોંઘા ઘરના માલિક હોવાના લિસ્ટમાં ધોની પછી બીજા નંબર પર આવે છે. મુંબઈમાં રહેતા પહેલા વિરાટ કોહલી હરિયાણાના ગુરુગ્રમમાં સ્થિત તેમના આલીશાન બંગલામાં રહે છે. આ બંગલાની ડિઝાઈન કન્ફ્લુઅન્સે દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. વિરાટ કોહલી ગુરુગ્રામ શહેરના DLF ફેઝ 1માં છે તેમાં 500 ચોરસ યાર્ડમાં ફેલાયેલો લિવિંગ રૂમ છે. આ આલીશાન બંગલો 10,00 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.

Patel Meet