ભારત અને પાકિસ્તાનની મેચમાં જબરદસ્ત વાયરલ થયા આ બે વીડિયો, એકમાં જોવા મળી ટીમ ઇન્ડિયાની ખુશી તો બીજામાં વિરાટ કોહલીનો…. જુઓ

એશિયા કપની અંદર દુબઈમાં ગઇકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ રોમાંચક મેચ યોજાઈ, જેમાં ભારતે 5 વિકેટે પાકિસ્તાનને હરાવી દીધું. ભારતની જીત બાદ સોશિયલ મીડિયાથી લઈને સમગ્ર સ્થળે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, આ સાથે ઘણા બધા મીમ અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેને જોઈને લોકો પણ પેટ પકડીને હસી રહ્યા છે.

આવો જ એક મજેદાર વીડિયો ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીનો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટ નાકમાં આંગળી નાખીને બહાર કાઢતો જોવા મળે છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો અલગ અલગ કેપશન સાથે ખુબ જ જોવામાં આવી રહ્યો છે અને આ વીડિયો ઉપર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોહલીનો આ અંદાજ જોઈને ઘણા લોકો હસી પણ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ સાથે ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીનો પણ એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો એડિટિંગ કરેલો વિડીયો છે, જેમાં ટીમના ખેલાડીઓ ભારતની જીત બાદ ખુશીથી ડાન્સ કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં જીતનો હીરો રહેલા હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા પણ જોવા મળી રહ્યા છે. યુઝર્સ આ વીડિયોને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ફની કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. 148 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ મેચ છગ્ગો મારીને જીતાવી હતી.

Niraj Patel