12 દિવસ બાદ વર્લ્ડ કપનો બદલો પૂરો ! ભારતે ઓસ્ટ્રેલિયાનો તોડ્યો ગુરુર, પાકિસ્તાનને પણ છોડ્યુ પાછળ

ભારતે સૌથી વધારે T20 જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પાકિસ્તાનને છોડ્યુ પાછળ, ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યુ- અક્ષરે લીધી 3 વિકેટ

રિંકુ બાદ અક્ષરે કરી કમાલ…ટીમ ઇંડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીતી T20 સીરીઝ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ચોથી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવી સીરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સાથે ટીમે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ભારતે 136મી T-20 જીતી અને સાથે ટીમે પાકિસ્તાનને પાછળ છોડી દીધું. પાકિસ્તાને 135 T20 જીતી છે. હવે પાંચમી અને છેલ્લી T20 બેંગલુરુમાં 3 ડિસેમ્બરે રમાશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યુ

જો તે મેચમાં ઓસ્ટ્રેલિયા જીતશે તો પણ ટીમ સિરીઝ જીતી શકશે નહીં કારણ કે ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે, જ્યારે ભારતે 3. રાયપુરમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને 9 વિકેટે 174 રન બનાવ્યા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન જ બનાવી શકી. ભારત તરફથી રિંકુ સિંહે 46 રન બનાવ્યા, જ્યારે અક્ષર પટેલે 3 મહત્વની વિકેટ લીધી.

ભારતે સૌથી વધારે T20 જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

T-20માં મેચ ટાઈ થયા બાદ પણ હવે સુપર ઓવર દ્વારા પરિણામ નક્કી કરવામાં આવે છે. જો તે પરિણામોને જોડવામાં આવે તો ભારતે અત્યાર સુધીમાં 139 અને પાકિસ્તાને 136 T-20 મેચ જીતી છે. ભારત તેના હોમ ગ્રાઉન્ડ પર 14 T-20 સીરીઝમાં અજેય છે. ટીમની છેલ્લી હાર 2019માં ઓસ્ટ્રેલિયા સામે થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા 2-0થી જીત્યું હતું. ચોથી ટી20ની વાત કરીએ તો, લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી અને માત્ર ત્રણ ઓવરમાં 40 રન બનાવ્યા હતા.

અક્ષરે લીધી 3 વિકેટ

આ દરમિયાન ટ્રેવિસ હેડે દીપક ચહરની એક ઓવરમાં 22 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ સફળતા રવિ બિશ્નોઈએ અપાવી, જેણે તેના પ્રથમ બોલ પર જોશ ફિલિપને બોલ્ડ કર્યો. આ પછી અક્ષર પટેલની સ્પિનનો જાદુ કામ કરી ગયો અને તેણે ત્રણ વિકેટ લીધી. ભારત તરફથી અક્ષર પટેલે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી જ્યારે જ્યારે દીપક ચહરને બે અને રવિ બિશ્નોઈને એક સફળતા મળી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina