ફેમસ Youtuber ની પત્નીનો આપત્તિજનક વીડિયો વાયરલ, કપલે જણાવી હકિકત, યૂટયૂબર બોલ્યો- 10 લાખનું ઇનામ…

યૂટયૂબરની પત્નીનો પ્રાઇવેટ વીડિયો લીક, કપલ આપી રહ્યુ છે રડી-રડીને સ્પષ્ટતા- જુઓ

પાકિસ્તાની યુટ્યુબર સાર ઉર રહેમાન ઉર્ફે ડકી ખબરોમાં છવાયો છે. યુટ્યુબરની પત્નીનો પ્રાઇવેટ વીડિયો લીક થયો છે. આ વીડિયોમાં સારની પત્ની આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયો છે. ત્યારે આ યુટ્યુબર કપલે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી સ્પષ્ટતા આપતા કહ્યું કે આ વીડિયો વાસ્તવિક નથી પરંતુ ડીપફેક છે.

આ વીડિયો કોણે શેર કર્યો છે, તેની માહિતી જે આપશે તેને ઈનામ આપવામાં આવશે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈનો ડીપફેક વાયરલ થઈ રહ્યો હોય. આ પહેલા પણ ઘણા ફેમસ સેલેબ્સના ડીપ ફેક વીડિયો અને ફોટો વાયરલ થઇ ચૂક્યા છે. હવે એવું લાગે છે કે ડીપફેક્સ બનાવવાનો ટ્રેન્ડ બની ગયો છે.

જણાવી દઇએ કે, પાકિસ્તાની યુટ્યુબર સાર ઉર રહેમાન ઉર્ફે ડકી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે વીડિયો બનાવતો રહે છે. તેની પત્ની આરુબ જટોઈ પણ પતિના પગલે ચાલી રહી છે. તે સાર સાથે બ્લોગિંગ પણ કરે છે. આ દરમિયાન આરુબનો એક પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે.

વીડિયોમાં તે કપડા વગર જોવા મળે છે, આ વીડિયો બાદ યૂટયૂબર કપલે સ્પષ્ટતા આપતા કહ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. આરુબ અને સારના કહેવા પ્રમાણે આ એક ડીપફેક વીડિયો છે. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે અને તેના પર આરુબનો ચહેરો લગાવવામાં આવ્યો છે.

યુટ્યુબર ડકીએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિ આ ફેક વીડિયો કોણ શેર કર્યો તેની માહિતી આપશે તેને 10 લાખનું ઇનામ આપશે. હવે આ મામલામાં પોલીસ પણ સામેલ થઈ ગઈ છે, જે આ કેસની સઘન તપાસ કરી રહી છે. પોલીસે સામાન્ય લોકોને આવા ડીપ ફેક વીડિયોથી સાવધાન રહેવાની અપીલ કરી છે.

Shah Jina