ક્રિકેટ જગતમાં ફેલાયો માતમ : મેચમાં ચટકાઇ ત્રણ વિકેટો, આગળના જ દિવસે 20 વર્ષિય ક્રિકેટરનું મોત- 3 વર્ષ પહેલા કર્યુ હતુ ડેબ્યુ

કાલે ચટકાવી 3 વિકેટો, આજે મોત ! માત્ર 20 વર્ષની ઉંમરે ક્રિકેટરે બધાને કહ્યું અલવિદા, મોતથી ધ્રુજી ઉઠ્યુ ક્રિકેટ જગત

જીવન કેટલું અનિશ્ચિત છે તેની કલ્પના પણ નથી કરી શકાતી. એક દિવસ પહેલા જ મેદાન પર વિકેટ ચટકાવી રહેલા એક ક્રિકેટરનું અચાનક જ બીજા દિવસે મોત થઈ ગયું. આ દર્દનાક ઘટના ઈંગ્લેન્ડ ક્રિકેટ જગતમાં બની છે, જ્યાં 20 વર્ષના જોસ બેકરનું મોત થયું છે. બેકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે એક દિવસ પહેલા જ પોતાની ટીમ માટે ત્રણ વિકેટ ઝડપી હતી. બેકરના નિધનથી ઇંગ્લિશ ક્રિકેટમાં શોકની લહેર છે, જેઓ તેને જાણતા હતા તેઓ આઘાતમાં છે.

બેકર વોરસેસ્ટરશાયર ટીમનો સ્પિનર ​​હતો. આ ડાબોડી સ્પિનરે વર્ષ 2021માં માત્ર 17 વર્ષની ઉંમરે તેનો પ્રથમ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. તેણે 22 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 43 વિકેટ અને 25 સફેદ બોલ મેચમાં 27 વિકેટ લીધી હતી. વોરસેસ્ટરશાયરના ચીફ એક્ઝિક્યુટિવ પણ બેકરના નિધનથી દુઃખી છે. તેમણે કહ્યું- અમે બધા તેમના મૃત્યુથી ક્ષતિગ્રસ્ત છીએ. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટરે કહ્યું કે અમારા માટે તે એક ખેલાડી કરતાં વધારે છે.

તે અમારા ક્રિકેટ પરિવારનો મહત્વનો સભ્ય હતો. અમે તેને ખૂબ જ યાદ કરીશું. અમારી સંપૂર્ણ સહાનુભૂતિ જોસના પરિવાર અને તેના મિત્રો સાથે છે. રેડિચમાં જન્મેલ જોસ બેકર વર્ષો સુધી ન્યૂ રોડ પર એજગ્રુપ ક્રિકેટ રમતા આગળ વધ્યો. તે ઈંગ્લેન્ડ તરફથી અંડર-19 સ્તરે પણ રમ્યો હતો. બેકર સારો બોલર હોવા ઉપરાંત બેટિંગમાં પણ સારો હતો. તેણે ગ્લૂસ્ટરશાયર સામે 75 રનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ સહિત બે અડધી સદી ફટકારી હતી.

તેણે આ ઈનિંગ જુલાઈ 2023માં રમી હતી. તે જ સિઝનમાં તેણે હેડિંગ્લે ખાતે યોર્કશાયર સામે ફાઇનલમાં કેટલાક મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. આ કારણે તેની ક્લબે મહત્વના પોઇન્ટ્સ હાંસલ કર્યા હતા. જોસ બેકરના જીવનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ મે 2022માં આવી. ત્યારે 18 વર્ષીય બેકર તેની નવમી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો હતો. અહીં તેનો સામનો ઈંગ્લેન્ડના નવનિયુક્ત કેપ્ટન બેન સ્ટોક્સ સામે થયો હતો.

સ્ટોક્સે બેકરની એક ઓવરમાં પાંચ સિક્સર અને એક ફોર સાથે 34 રન બનાવ્યા હતા. તેણે તે મેચમાં 88 બોલમાં 161 રનની ઇનિંગ રમી હતી. સ્ટોક્સે મેચ બાદ બેકરને વોટ્સએપ કર્યો હતો. આમાં સ્ટોક્સે કહ્યું હતું કે આજનો દિવસ તમારી આખી સિઝનને ડિફાઇન કરી શકતો નથી. સ્ટોક્સે આગળ લખ્યું કે તમારામાં અપાર પ્રતિભા છે અને તમારે જીવનમાં ઘણું આગળ વધવાનું છે.

Shah Jina