અંકિતા લોખંડેનો તૂટ્યો હાથ, પતિ વિકીની પણ હાલત ખરાબ- હોસ્પિટલમાં દાખલ કપલને જોઇ ચોંકી ઉઠ્યા ચાહકો

પવિત્ર રિશ્તા અને બિગ બોસ 17 ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ હોસ્પિટલમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. વાસ્તવમાં, હાથની ઈજાને કારણે અંકિતા હોસ્પિટલમાં દાખલ છે. તસવીરોમાં તે તેના પતિ સાથે હોસ્પિટલના બેડ પર જોઈ શકાય છે.

આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, બીમારી અને સ્વાસ્થ્યમાં સાથે. અંકિતાની સાથે સાથે વિકીની હાલત પણ ખરાબ છે. કપલને આ હાલતમાં જોઈને ફેન્સ પરેશાન છે.જણાવી દઇએ કે, અંકિતા લોખંડે અને વિકી જૈને ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા.

આ બંનેએ બિગ બોસ 17માં ભાગ લીધો હતો. આ પછી શો છોડ્યા બાદ અભિનેત્રી રણદીપ હુડ્ડા સ્ટારર ફિલ્મ સ્વતંત્રતા વીર સાવરકરમાં જોવા મળી હતી. જ્યારે હવે તે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ સાથે વેબ સિરીઝ આમ્રપાલીમાં કામ કરવા જઈ રહી છે, જેમાં તે આમ્રપાલીનું પાત્ર ભજવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે અંકિતા લોખંડેએ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર 3 રિજેક્ટ કરી છે. આના પર અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે આ સમાચાર માત્ર અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી.

Shah Jina