ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. જ્યાં તે આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ દરમિયાન બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયાનો મુંબઈથી જોહાનિસબર્ગ સુધીના સફરનો એક મજેદાર વીડિયો ટિવટર ઉપર શેર કર્યો છે. જેમાં ભારતીય ખેલાડીઓ મસ્તી ભરેલા મૂડમાં જોવા મળી રહ્યા છે.
વીડિયોની અંદર ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પણ નજર આવી રહ્યો છે, જે ઇશાંતની ફીરકી લેતા નજર આવે છે. વીડિયોની શરૂઆતમાં ભારતીય ખેલાડી મુંબઈની હોટલમાંથી બસમાં જતા નજર આવી રહ્યા છે. જેમાં એરપોર્ટ સુધીનો સફર કરીને જોહાનિસબર્ગ જવા માટે પ્લેનમાં બેસે છે.
પ્લેનમાં બેઠા બાદ ખેલાડીઓની મસ્તી શરૂ થઇ જાય છે. આર અશ્વિન તેના સાથી બોલર મોહંમદ શામી ઉપર કોમેન્ટ કરે છે તો વિરાટ કોહલી ઇશાંત શર્માની બેગ ચેક કરવાનું શરૂ કરી દે છે. તે ઇશાંતની બેગમાંથી એક પછી એક વસ્તુઓ કાઢે છે અને કહે છે કે અહીંયા ચપ્પલ, શોર્ટ્સ બધું જ છે. આ હોય છે બેગ પેકીંગ. આ માણસ ગમે ત્યાં ભાગે શકે છે. જઇશાંત વિરાટને જવાબ આપતા કહે છે કે “સવાર સવારમાં આવી હરકત ના કરીશ યાર.”
વીડિયોમાં આગળ ચેતેશ્વર પુજારા એ પણ કહેતો નજર આવે છે કે હું સુવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ સુઈ નથી શકતો. કોચ રાહુલ દ્રવિડ યુવા ખેલાડી શ્રેયસ અય્યર સાથે વાત કરતા નજર આવી રહ્યા છે. વીડિયોના અંતમાં જોહાનિસબર્ગની ઝલક જોવા મળે છે. જ્યાં આફ્રિકન યુવતીઓ ડાન્સ કરી રહી છે.
View this post on Instagram
ટીમ ઇન્ડિયા આફ્રિકાની અંદર ત્રણ ટેસ્ટ મેચ રમેશે. પહેલી મેચ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ બાદ ત્રણ વન-ડે મેચની સિરીઝ પણ થવાની છે. ટેસ્ટ ટીમના ઉપક્પ્તાન રોહિત શર્મા ઇજાના કારણે હાલ ટીમમાંથી બહાર છે.