ખબર

કોરોનાને લઈને ભારતમાં આવ્યા સૌથી ખરાબ સમાચાર

દુનિયામાં રોજ સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે તેમજ મોતનો આંક પણ વધી રહ્યો છે.

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,00,739 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,038 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,40,74,564 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 11,44,93,238 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, 1 કરોડ 24 લાખ 29 હજાર 564 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.હાલમાં 14,71,877 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,73,123 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં સ્થિતિ સતત બગડી રહી છે. પ્રદેશમાં બુધવારે કોરોનાના નવા દર્દીની સંખ્યા વિક્રમજનક રહી છે. અહીં પ્રથમ વખત 24 કલાકમાં 20 હજારથી વધારે નવા કેસ મળ્યા છે. અહીં સંખ્યાં 20,512 રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

UPમાં 7 એપ્રિલના રોજ 6002 કેસ મળ્યા હતા. 8 માર્ચના રોજ અહીં ફક્ત 101 કેસ મળ્યા હતા. ત્યારબાદ અચાનક કોરોનાનો વિસ્ફોટ થયો છે.. અત્યારસુધી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં દરરોજ 20 હજારથી વધારે કેસ આવી રહ્યા છે.