કોઇ મોડલથી કમ નથી આ IAS ઓફિસર, તમે પોતે જ જોઇ લો
સોશિયલ મીડિયા સ્ટારને લાગ્યો IAS બનવાનો ચસ્કો, સિલેબસ સુધીની નહોતી જાણકારી, 5 વખત થઇ ફેલ અને પછી…
જે લોકો નાની-મોટી નિષ્ફળતાઓથી ડરી જાય છે તેમના માટે પ્રિયંકા ગોયલની કહાની પ્રેરક સાબિત થઈ શકે છે. દિલ્હીની પ્રિયંકા માટે UPSCની સફર ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ આ દરમિયાન તે હાર્યા વિના પોતાના લક્ષ્ય તરફ અડગ રહી. તે તેના સપનાને લઇને ખૂબ જ સ્પષ્ટ હતી. તેના માટે માત્ર લક્ષ્યનું મહત્વનું હતું, આગળનો મુશ્કેલ રસ્તો નહીં. પ્રિયંકા ગોયલ દિલ્હીની રહેવાસી છે. તેણે પીતમપુરા સ્થિત મહારાજા અગ્રસેન મોડલ સ્કૂલમાંથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
આ પછી, તેણે કેશવ મહાવિદ્યાલય, દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશનના અભ્યાસ બાદ તેણે સરકારી નોકરી માટે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. પ્રિયંકા ગોયલે યુપીએસસી પરીક્ષાના ટોટલ 6 અટેંપ્ટ આપ્યા હતા. જો તે UPSC CSE 2022માં અસફળ થઇ ગઇ હોત તો તો તેનું સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હોત. પ્રિયંકા ગોયલનો વૈકલ્પિક વિષય પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતો. જેમાં તેણે 292 માર્કસ મેળવ્યા હતા.
પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની UPSC પરીક્ષાની સફર ઘણી મુશ્કેલ હતી. તેને એ પણ ખબર ન હતી કે તે UPSC પરીક્ષામાં ક્યારેય સફળ થશે કે નહીં. પ્રિયંકા ગોયલને સિલેબસની પણ બરાબર જાણકારી નહોતી. આમાં તે પ્રિલિમ પણ ક્લિયર કરી શકી નહોતી. બીજા પ્રયાસમાં તે કટ-ઓફ યાદીમાં 0.7 માર્ક્સથી સ્થાન ચૂકી ગઈ. ત્રીજા પ્રયાસમાં યુપીએસસી મેન્સ પરીક્ષામાં નાપાસ થઈ હતી. તે ચોથા પ્રયાસમાં CSATમાં પાછળ રહી ગઈ હતી.
પાંચમા પ્રયાસ દરમિયાન કોવિડ સમયગાળા દરમિયાન તેની માતાના 80% ફેફસાંને નુકસાન થયું હતું. આ પ્રયાસમાં પણ તે પ્રિલિમ્સ ક્લિયર કરી શકી ન હતી. પ્રિયંકાનું માનવું છે કે તેણે તે સમયે 5મો પ્રયાસ નહોતો કરવો જોઈતો. તે સમયે તે કટોકટીના સમયગાળામાંથી પસાર થઈ રહી હતી અને આવી સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી ખરેખર ખૂબ મુશ્કેલ હતું.
આટલા વર્ષોમાં તેના પર સમાજ અને લગ્નનું દબાણ પણ વધવા લાગ્યું હતું. તેની પાસે માત્ર એક જ પ્રયાસ બાકી હતો અને આમાં તેણે પોતાની ક્ષમતા સાબિત કરવાની હતી અને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. આખરે તેની મહેનત ફળી અને તેણે 2022ની UPSC પરીક્ષામાં 369મો રેન્ક મેળવ્યો. આખરે છઠ્ઠા પ્રયાસમાં પ્રિયંકાનું IAS ઓફિસર બનવાનું સપનું સાકાર થયું.
પાંચ વખત નિષ્ફળ જવા છતાં તેણે હિંમત ન હારી. તેની નજર તેના ધ્યેય પર હતી અને આખરે તેણે તે હાંસલ કર્યું. જણાવી દઈએ કે પ્રિયંકા ગોયલ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 211 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.