ખબર

ન કોઈ કોર્ટ, ન દયાની અરજી અને સીધો ફેંસલો, હૈદરાબાદ પોલીસની વાહ વાહ થઇ- જાણો વિગત

હૈદરાબાદઃ હૈદરાબાદમાં ડૉક્ટર સાથે દુષ્કૃત્ય કરીને લાશને આગ ચાંપી દેવાના કિસ્સામાં ચાર આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી પણ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર ઓન દ સ્પોટ માર્યા.

હૈદરાબાદ પોલીસ કમિશનર વી. સી સજ્જનારે આરોપીઓને ઠાર કરાયાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ કેસના રિક્રિકેશન દરમિયાન ભાગવાની કોશિશ કરી હતી જેમાં તેમને ઠાર કરાયા છે. જણાવી દઈએ કે પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં આરોપીઓ ઠાર કરાયા તે એ જ સ્થળ છે જ્યાં ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પરથી ચારે આરોપીઓના મૃતદેહ હટાવી લીધા છે.

હૈદરાબાદ પોલીસે કરેલા ઇન્વેસ્ટિગેશન પછી પૂર્વ ડીજીપી વિક્રમસિંહે યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં પોલીસ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એક ટીવી ચેનલ સાથે વાત કરીને તેમણે હૈદરાબાદ પોલીસને શુભેચ્છા પાઠવી છે.

નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી
આ દરમિયાન નિર્ભયાની માતાએ પણ કહ્યું છે કે, મારી દીકરીના આરોપીઓને હજી સાત વર્ષે પણ સજા નથી મળી અને દિશાના આરોપીઓને આઠ જ દિવસમાં સજા મળી ગઈ છે. આ ખુબ ખુશીની વાત છે. હું ઈચ્છું છું કે હવે નિર્ભયાના આરોપી અને સમગ્ર દેશના આવા આરોપીઓ જેણે બાળકીઓ સાથે અત્યારચાર કર્યા છે તેમને પણ જલદીથી સજા મળે.

હેવાનિયતથી નરાધમોના એન્કાઉન્ટર સુધી, જાણો સંપૂર્ણ કહાની

પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો

એક રિપોર્ટ પ્રમાણે મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, બળાત્કાર પછી મહિલા ભાગી ના જાય તે માટે તેમણે મહિલાનાં હાથ પગ બાંધી દીધા હતા. મુખ્ય આરોપી પાશાનાં જણાવ્યા પ્રમાણે ચારેય જણાએ રેપ બાદ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવરાવ્યો, પછી તે બેભાન થઈ ગઈ અને તેને ગાડીમાં નાખીને પુલની નીચે લઇ ગયા, ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલ નાખીને પીડિતાને સળગાવી દીધી હતી.

આરોપીઓ મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા

આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતુ કે મહિલા મરી ચુકી છે, પરંતુ જ્યારે તેમણે આગ લગાવી તો તે ચીસો પાડવા લાગી. આરોપી પાશાએ કહ્યું કે તે લોકો મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા હતા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં હાથમાં આવી જઈશું માટે પીડિતાને સળગાવી દીધી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં સાઇબરાબાદ ટોલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી.

ડોક્ટર મહિલાની સ્કૂટી પંક્ચર કરી, મદદની લાલચ આપી બન્યા હૈવાન

મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે મહિલાની ગેંગરેપ બાદ મર્ડર કરવામાં આવ્યું, પછી લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી અને ફ્લાઇઑવર નીચે ફેંકી દીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે મહિલાની સ્કૂટી પંક્ચર કરી હતી, જેથી તેઓ મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.

Image Source

આ ઘટનાક્રમ બાદ સાયબરબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારનું નામ ફરી ચર્ચામાં છે. સાયબરબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે. તેમને એન્કાઉન્ટર મેન પણ કહેવામાં છે. તેમના કાર્યકાળ દરમિયાન, ઘણા એવા એન્કાઉન્ટર થયા છે જેનો પડઘો દેશભરમાં પડ્યો હતો.

Image Source

વારંગલ એસિડ કેસ –

તેલંગાણા (પૂર્વ આંધ્રપ્રદેશ) ના વારંગલમાં એક વિદ્યાર્થીની પર એસિડથી હુમલો થયો હતો. આ દરમિયાન આ વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ કેસ પણ રાજ્યમાં ખૂબ જ ઉછળ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઢેર કરી દીધા હતા. ત્યારે પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જે દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણેય આરોપીઓ માર્યા ગયા હતા.

Image Source

માઓવાદીઓનું એન્કાઉન્ટર –

માત્ર બળાત્કારનો આરોપી જ નહિ પરંતુ ઘણા માઓવાદીઓના એન્કાઉન્ટરમાં વીસી સજ્જનાર ટીમનો ભાગ રહયા હતા. તેમનું નામ સાંભળીને જ માઓવાદીઓ ડરી જતા હતા. હૈદરાબાદમાં પોલીસ કમિશનર તરીકે તેમને દોઢ વર્ષ પહેલા જ કમાન્ડ લીધો હતો.

આજે સવારે જ ડૉ. પ્રિયંકા રેડ્ડી સાથે દુસ્કર્મ આચરી તેને સળગાવી દેવાના કેસમાં પકડાયેલા આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા જે સમાચારથી આખો દેશ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં પોલીસની આ કામગીરીની બિરદાવવામાં આવી રહી છે ત્યારે હૈદરાબાદમાં લોકો ઘટના સ્થળ ઉપર પહોંચીને પોલીસનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ એન્કાઉન્ટર  કરવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને સળગાવી દેવામાં આવી હતી. એન્કાઉન્ટરની જાણ થતા જ મોટા પ્રમાણમાં લોકો આ સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસની કામગીરીની પ્રસંશા કરતા અબીલ ગુલાલ અને ફૂલો દ્વારા તેમની કામગીરીને વધાવી હતી.

મોટા પ્રમાણમાં લોકોએ જમા થઇ પોલીસની કામગીરી બિરદાવતા “ડીસીપી જિંદાબાદ” “એસીપી જિંદાબાદ” જેવા સ્ત્રોચ્ચાર પણ કર્યા હતા જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં લોકો જોઈને ઉત્સાહિત થઇ રહ્યા છે.

ઘટના સ્થળે તપાસ માટે મોટા પોલીસ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો ત્યાં માનવ મહેરામણ પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. લોકોએ આ આખી ઘટના બાદ પોલીસની આ કામગીરીને ફટાકડા ફોડીને પણ બિરદાવી હતી.

એન્કાઉન્ટર બાદ એકત્ર થયેલો ભીડ દ્વારા પોલીસ કર્મીઓને ઉંચકીને તેમની કામગીરીની પ્રસંશા કરતા સૂત્રોચ્ચાર કાર્ય હતા.

આ એન્કાઉન્ટરની ખુશી વ્યક્ત કરતા પીડિતાના પાડોશીઓએ પોલીસ કર્મીઓને મીઠાઈ ખવડાવીને પણ તેમના કામને વખાણ્યું હતું.

પોલીસની આ પ્રસંશા જનક કામગીરી માટે પ્રિયંકાના પાડોશીઓએ પોલીસ કર્મીઓને રાખડી બાંધીને તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.