દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

હાઉડી મોદી: 16 વર્ષના આ બાળકે ગાયું રાષ્ટ્રગીત, માતાના ગર્ભમાં જ 35 હાડકા તૂટી ગયા હતા-વાંચો પ્રેરણાદાયક સ્ટોરી

અમેરિકાના ટેક્સાસના સૌથી મોટા શહેર હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં બધાની નજરે રોકાઈ ગઈ હતી. આ મેગા શોમાં વડાપ્રધાન મોદીએ 50 હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે 16 વર્ષ સ્પર્શ શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં રાષ્ટ્રગીત ગાયું હતું. અમેરિકાના ન્યુઝર્સીમાં રહેતો સ્પર્શ ભલે વ્હીલના સહારે ચાલી શકે છે, પરંતુ તેનું મન બહુજ મજબૂત છે. અમિતાભ બચ્ચન પણ સ્પર્શની તારીફ કરી છે.

સ્પર્શ શાહ ‘ કૌન બને કરોડપતિ’ ના ગ્રાન્ડ ફિનાલેમાં તેની પરફોર્મન્સ કરી ચુક્યો છે. આ શોમાં સ્પર્શે અમિતાભ બચ્ચને તેના ખુદ પર લખેલું એક રૈપ ગીત ગાયું હતું. આ સાંભળીને અમિતાભ બચ્ચક બહુજ ખુશ થયા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવ્યો હતો.

પરંતુ સ્પર્શ શાહ જન્મથી જ એક દુર્લભ બીમારીથી પીડિત છે. જેનું નામ છે ઓસ્ટીયોજીનેસીસ ઈમ્પફ્રેક્ટા અથવા બ્રિટન બોન ડિસીઝ છે. સ્પર્શ જયારે તેના માતાના પેટમાં હતો ત્યારે જ તેને 35 હાડકા તૂટી ગયા હતા. આ બીમારીએ કારણે સ્પર્શ ચાલી પણ નથી શકતો. પરંતુ સ્પર્શએ તેની આ બીમારીને તેના કરિયરમાં કયારે પણ વિલન નથી બનવા દીધી.

સ્પર્શ એક રેપર, ગાયક, ગીતકાર અને પ્રેરણાદાયક વક્તા છે. એક રિપોર્ટ અનુસાર, સ્પર્શના 130 હાડકા તૂટી ગયા છે. અને 100થી વધુ ફ્રેક્ચર થયા છે.સ્પર્શ એમીનેમ( મશહૂર રેપર) બનવા માંગે છે. સ્પર્શ કરોડો લોકોની એમે પર્ફોમન્સ કરવા માંગે છે. સ્પર્શની આ બીમારીની લડાઈ ઉપર એક ડોક્યુમેન્ટરી ‘ બ્રિટલ બોન રૈપર’ માર્ચ 2018માં રિલીઝ થયું હતું.

સ્પર્શ દુનિયાના લોકોની નજરમાં ત્યારે આવ્યો હતો. જયારે તે એમીનેમ ગીત ‘ નોટ અફ્રેડ’ને કવર કરો આ વિડીયો રેકોર્ડ કર્યો હતો.


હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગીત અને પીએમ મોદીને મળવાને લઈને ઘણો ઉત્સાહિત છે. સ્પર્શે આ બાબતે કહ્યું હતું કે, મારી માટે આ વાત બહુજ મોટી વાત છે કે હું આટલા લોકોની એમે ગીત ગાઈ રહ્યો છું. હું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાવા માટે ઘણો ઉત્સાહિત છું. મેં જયારે પહેલી વાર મોદીજીને મેડિસન સ્કાયર ગાર્ડન પર જોયા હતા ત્યારે જ મને મોદીજીને મળવાની ઈચ્છા હતી. પરંતુ હું તેને ફક્ત ટીવી પર જોઈ શકતો હતો. ભગવાનની કૃપાથી હું એને મળવા જઈ રહ્યો છું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks