સફેદ વાળને કાળા કરવાનો રામબાણ ઉપાય, ન્હાવાની થોડી મિનિટો પહેલા કરો આટલું કામ

વાળની દેખભાળ રાખવા અને તેને સુંદર રાખવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. એટલા જ માટે જો તમારા વાળ સફેદ થઇ ગયા છે તો તેને કાળા કરવા માટે શું કરવું જોઇએ તો, આવો જોઇએ

આ દિવસોમાં નાની ઉંમરના લોકોને વાળ સફેદ થવાની સમસ્યા રહે છે. વાળમાં અલગ અલગ પ્રકારના પ્રોડક્ટસ વાપરવા, ટેન્શન, ખાવા-પીવામાં કોઇ વસ્તુ આવી જવી આવા અનેક કારણોને પગલે સફેદ વાળ આવતા હોય છે. આજ-કાલ બજારમાં ઘણા એવા શેમ્પુ મળતા હોય છે જે દાવા કરે કે, થોડા દિવસોમાં તે ,સફેદ વાળને કાળા કરી દે છે પરંતુ એ મોંધી હોય અથવા તો તે પૂરી રીતે અસર કરતી નથી. આજે તમને એ જણાવવા જઇ રહ્યા છીએ કે, નેચરલ રીતે વાળને કઇ રીતે કાળા કરી શકાય.

સફેદ વાળને કાળા કરવાના અનેક નેચરલ ઉપાય છે જેમાંથી એક છે ફટકડી. ફટકડીમાં જે કેમિકલ કંપાઉન્ડ હોય છે તે, ઘણી ડાય અને હેર કલરમાં જોવા મળે છે. ફટકડીને તમે સહેલાઇથી બજારમાંથી ખરીદી શકો છો. જો તમારા વાળ અકાળે સફેદ થવા માંડે છે, તો તમે ફટકડીની મદદથી તેને કાળા કરી શકો છો.

Image source

એક કાચની વાટકામાં 1 ચમચી પિસેલી ફટકડી, 3 ચમચી આંંમળાનું તેલ અને 2 વિટામીન કેપ્સૂલ આ ત્રણેય સામગ્રી ને મિક્ષ કરીને કાંસકાની મદદથી ભાગ પાડી તેલમાં રૂ ડુબાડી વાળના મૂળમાં લગાવો. પછી હળવા હાથે વાળમાં લગભગ 5-10 મિનિટ મસાજ કરો કારણ કે તેલ તમારા સફેદ વાળના મૂળ સુધી આરામથી પહોંચી શકે. ત્યાર બાદ 30 મિનિટ પઠી વાળને માઇલ્ડ શેમ્પુની મદદથી ધોઇ લો.

Image source

આ ઉપરાંત ફટકડીના એક નાના ટુકડાને પીસીને તેમાં એક ચમચી ગુલાબ જળ મિલાવીને  તેની પેસ્ટ બનાવીને વાળ પર લગાવીને 5 મિનિટ સુધી મસાજ કરવાથી અને 1 કલાક આમ જ રહેવા દીધા બાદ થોડા ગરમ પાણીથી વાળને ધોઇ લેવા. નિયમિત રૂપથી આ મિશ્રણ 15 દિવસ સુધી વાપરવાથી સફેદ વાળ કાળા થઇ જશે.

Image source

તમને જણાવી દઇએ કે, આમળાનું તેલ વાળ માટે ફાયદાકારક છે. આમળાના તેલમાં એવા બધા ગુણ છે જે, વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવે છે. જો આમળાના તેલ અને ફટકડીને જોડે વાપરો તો તે બંનેની શક્તિ વધી જાય છે અને આ જ કારણે તે સફેદ વાળને કાળા કરે છે.

Image source

વાળની સારસંભાળ રાખવા માટે તમે વિટામીન ઈનું સેવન કરી શકો છો. વિટામીન ઈ વાળને પોષણ આપવાનું કામ કરે છે. વિટામીન ઈ  માટે તમે તેની કેપ્સૂલનો પણ ઉપયોગ કરી શકો છો.

Shah Jina